________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૩
સર્વલક્ષણસંપન્ન આ પુત્ર આપ્યું જણાય છે, માટે તેને લઈને મારી સ્ત્રીને સંપું.' એમ નિશ્ચય કરી બંને હાથ વડે તેને ગ્રહણ કરી હર્ષથી ફુલાત તે માળી ઘરે જઈને પોતાની પ્રિયાને કહેવા લાગ્યું કે – હે પ્રિયે! વનદેવતાએ સંતુષ્ટ થઈને આ બાળક આપ્યું છે તે લે.” એમ કહીને તેણે પોતાની પ્રિયાને તે બાળક સે; અને “માલણને ગૂઢગર્ભ હેવાથી તેને પુત્ર અવતર્યો.” એવી વાત કેમાં ફેલાવી. પછી પોતાના ઘરને આંગણે પુપે વેરી, ઘી વડે ઉંબરાના વૃક્ષનું સિંચન કરી, બારણે તોરણ બાંધી, વાજીંત્રના નાદ અને ધવળમંગળપૂર્વક તેણે પુત્રને જન્મ મહોત્સવ કર્યો પછી બહુ દ્રવ્યને. વ્યય કરી કુળ અને જ્ઞાતિસત્કારપૂર્વક તે બાળકનું વનરાજ એવું નામ રાખ્યું. પછી માળીથી લાલન પાલન કરાત અને નિરંતર સંભાળ લેવાતો તે પુત્ર નવા ચંપકની જેમ વૃદ્ધિ પામવા લાગે અને ધૂળની રમતના રસથી બાલ્યાવસ્થાનું નિર્દોષ. સુખ ભગવતે તે પાંચ વર્ષને થયે.
એકદા વસંત સમયે માળીની સ્ત્રી પુષ્પાભરણ લઈને સભામાં બેઠેલા રાજાની પાસે ગઈ, તે વખતે કૌતુકથી તે બાળક પણ તેની સાથે ગયો. એ વખતે રાજાની પાસે બેઠેલા પુરે હિતે પૂર્વની રીતે જ નખ-આરટનપૂર્વક માથું ધૂણાવ્યું. એટલે રાજાએ સંભ્રાંત તેને થઈને પૂછયું કે “આ શું? સુજ્ઞ પુરોહિત બે કે –“હે રાજેદ્ર ! આ જે બાળક માણસની સાથે આવેલ છે તે તમારા રાજ્યને સ્વામી થશે.” એટલે રાજા સાશંક થઈને બોલ્યો કે તે શી રીતે મનાય ?” એટલે