________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
નિય રીતે કટાર ચિત્તવાળા થઈને મારવા પડે છે. આ બાળક કાઈ ભાગ્યવત જણાય છે અને રાજાની આજ્ઞા ભયંકર છે. પરંતુ જે થવાનુ હાય તે થાએ, આવા દેવસમાન બાળકને હું તા મારવાના નથી? ચંડ કઠીન હૃદયવાળા છતાં તે વખતે દયા મનવાળા થઈ ગયા. પછી ચડ મેÕા કે હૈ વનદેવતાએ ! તમે આને સહાય કરજો ’એમ કહીને તે બાળકને વૃક્ષ નીચે મૂકીને ત્યાંથી તે ચાલતા થયેા. જતાં જતાં પણ મુખ ફેરવીને વારવાર તે ખાળક તરફ જોતા એવા ચડ નગરમાં ગયા અને રાજાની પાસે જઈને તે ખેાહ્યા કે :—હૈ સ્વામિન્ ! આપની આજ્ઞા પ્રમાણે મેં કર્યું.” તે સાંભળીને રાજાએ તેને પ્રસાદદાન આપ્યું.
૪૪૨
હવે સૂર્યોદય થતાં ભયંકર અંધકાર દૂર થયા અને કમળા વિસ્વર થયા એટલે પેલા બગીચાવાળા માળી તે બગીચામાં આવ્યા. ત્યાં તે વનને પત્ર, પુષ્પ અને ફળ સહિત જોઇને તે આશ્ચર્ય પામ્યા. તે વિચારવા લાગ્યા કે :—આ શું? આ વન તા તદ્દન શુષ્ક હતું અને અત્યારે તે નવપવિત થયેલુ જણાય છે, તેનું કારણ શું ?' એમ ચિંતવીને વધારે તપાસ કરતાં પેલા શુષ્ક કુવા પણ જળસહિત જોવામાં આવ્યા. પછી તે આગળ ચાલ્યા, તેવામાં તેણે વૃક્ષ નીચે પેલા દેદીપ્યમાન બાળકને દીઠા. ચળકતી કાંતિવાળા તથા વિકસિત મુખકમળવાળા તે બાળકને જોઈને માળી વિચારવા લાગ્યા કે :— અહા ! ખરેખર આ બાળકના પ્રભાવથી જ અકસ્માત્ આ મારા બગીચા નવપધ્રુવિત થયેલેા જણાય છે, અને મારા ભાગ્યેાદયથી વનદેવતાઓએ સંતુષ્ટ થઈને અપુત્રીયા એવા મને