________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રકાશક, ત્રિભુવનપૂજિત અને વીતરાગ એવા હે સ્વામિન્ ! તમને નમસ્કાર થાઓ.” આ પ્રમાણેનાં મુનિરાજનાં વચન સાંભળી “આપનું વચન મને પ્રમાણ છે” એમ કહી તે ભિક્ષુક નગરના મુખ્ય દેરાસરમાં જઈ જિનેશ્વરને જોઈને ઉક્ત રીતે નમસ્કાર કરી પેલો શ્લોક કહેવા લાગ્યા પછી બીજા જિનભવનમાં જઈને ત્યાં પણ એ રીતે નમસ્કાર કરવા લાગ્યું. ત્રીજા જિનભવનમાં જઈને ત્યાં પણ એ રીતે નમસ્કાર કરવા લાગ્યો અને ભિક્ષામાં જે મળે તેથી સંતોષ માનવા લાગે. કેઈ વખત તેના મનમાં આ પ્રમાણે વિકલ્પ થત હતો કે - આવી રીતે નમસ્કાર કરવા માત્રથી મને તેનું ફળ મળશે કે નહિ?” વળી પાછો વિચારતો કે “આવા ચિંતવનને પણ ધિક્કાર થાઓ, નમસ્કાર માત્રથી મારી સર્વાર્થસિદ્ધિ થશે.” આ પ્રમાણે શ્રદ્ધાને દ્રઢ કરતાં અંત સમયે તેને રાજ્યપ્રાપ્તિની ઈચ્છા થઈ. તે સાથે તે એમ ચિંતવવા લાગે કે –“ઉત્તમ કુળથી શું ? નીચ કુળમાં જન્મ પામીને પણ જે ભાગ્યાધિક રાજ્ય મળે તે વધારે સારૂં.' આ પ્રમાણે ચિંતવ અને વારંવાર વીતરાગતુતિને લોક બેલને મરણ પામીને તે ભિક્ષુક તે જ નગરના રાજાના પુરહિતની દાસીની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થયે.
ગર્ભ સ્થિતિ સંપૂર્ણ થયે તે જન્મ પામ્યો એટલે રાજસભામાં બેઠેલા પુરોહિતની આગળ જઈ કોઈએ તેને જન્મ નિવેદન કર્યો. તે વખતે તેણે લગ્ન જોયું તે લગ્નના સ્વામીયુક્ત, શુભ ગ્રહથી અવલંકિત, શુભ ગ્રહના બળથી સંયુક્ત અને ત્રણ ઉચ્ચ ગ્રહવાળું સુંદર લગ્ન તેને જોવામાં આવ્યું તેથી પુરોહિત ચમત્કાર પામ્યા અને મસ્તક ધુણાવતાં તેણે નખરોટન કર્યું