________________
૪૩૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર - આ સંબંધમાં એક પથિક (મુસાફર) ને સ્ત્રીને સંવાદ જાણવા જેવો છે. કોઈ મુસાફરે એક સ્ત્રીને કહ્યું –“હે સુભગે મને મુસાફરને ભિક્ષા આપ.” તે સાંભળી પેલી સ્ત્રીએ તેને નિરાશાભર્યો જવાબ આપ્યો આથી તે બોલ્યા કે –“શા માટે યાચનાને નિષ્ફળ કરો છો ? ” તે બેલી કે –“કેટલાક વખતથી, અહીં સુવાવડ આવેલી છે.” એટલે મુસાફર બેલ્યો કે “ત્યારે તે એક માસ પછી શુદ્ધિ થશે. સ્ત્રી બેલી કે –“આવેલ બાળકના મરણ વિના કદાપિ શુદ્ધિ થાય તેમ નથી.” મુસાફર
ત્યે કે –“એ તે કે પુત્ર જન્મે છે?” તે બોલી કે - અમારા ચિત્ત અને ધનનું હરણ કરનાર દારિદ્રય નામે પુત્ર અવતર્યો છે.” આ ઉત્તર મળતાં મુસાફરે રસ્તો પકડે. એ દારિદ્રય તે દાનના શ્રેષરૂપ વૃક્ષનું ફળ છે.
અહીં લેકેથી નિષેધ કરાતે પેલે ભિક્ષુક ચિંતવવા લાગ્યો કે –“અહો ! કાગડો પણ પિંડને મેળવે છે અને હું તે ભિક્ષુ થઈને ભિક્ષા માત્ર પણ મેળવી શકતો નથી તેથી મારા પાપનું ફળ અત્યંત ખરાબ છે. તે આવા કષ્ટથી જીવવું શું? આવી રીતે જીવવા કરતાં તે મૃત્યુ કલ્યાણકારક છે.” એમ ચિંતવતે એકદા દેવગે તે નગરની બહાર બગીચામાં ગયા. ત્યાં પરમ શાંતરસમય, ધર્મમૂર્તિ અને મહાનુભાવ એવા એક મુનિને તેણે જોયા એટલે તેમને ત્રણ પ્રદક્ષિણા દઈને સંસારના દુઃખથી ખિન્ન થયેલે તે તેમની પાસે બેઠે. પછી મુનિરાજે દયા મનથી તેને ધર્મતત્વને ઉપદેશ આપે. કારણ કે પરની આપત્તિ દેખીને સાધુઓને બહુ દયા આવે છે.