________________
४३६
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
છે તેમાં સાકર એટલે કેળાવ્યા. છેવટે તે
રાજા
કર્યું છે. અર્થાત્ મરણ પામ્યો છે અને તેને બીજો પુત્ર તે નથી.” મુનિ બેલ્યા કે –“તારું કહેવું સત્ય છે, પણ મેં કહ્યું છે તેમાં સંદેહ કરીશ નહિ.” રાજા બે કે –તે તેની પરમાર્થ પ્રકાશે. એટલે ગુરુએ કુળદેવી પાસે લઈ જતાં બનેલ અને બીજે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. છેવટે તે કુમાર આ ઉદ્યાનમાં આવ્યા છે ત્યાં સુધી વૃત્તાંત કહ્યો એટલે રાજા જેટલામાં સભાની અંદર તરફ નજર કરે છે, તેવામાં સંશયરહિત થયેલે કુમાર આવીને પિતાને પગે પડય; એટલે રાજાએ તેને આલિંગન કર્યું. તે વખતે રાજા, જયસુંદરી, રતિસુંદરી અને બંને કુમાર – એમ સમસ્ત કુટુંબ ત્યાં મળ્યું. પછી જયસુંદરી રાણીએ મુનિને નમસ્કાર કરીને પૂછયું કે“હે ભગવન્! કયા કર્મથી મને સેળ વર્ષ સુધી પુત્રને વિચાગ થયે?” મુનિ બેલ્યા કે –“પૂર્વે પોપટીના ભાવમાં સેળ મુહૂર્ત પર્યત તે સપત્ની પોપટીનું ઈંડું હરીને તેને વિયોગ આપ્યો હતો; તેનું આ ફળ છે, જે જેને અલ્પ પણ સુખ કે દુઃખ આપે છે, તેનું ફળ તેને પરભવમાં ઘણું વિશેષ ભોગવવું પડે છે. આ પ્રમાણે ગુરુવચન સાંભળીને રતિસુંદરી પશ્ચાત્તાપપૂર્વક ઉઠીને જયસુંદરીને પગે પડી અને તેને ખમાવીને કહ્યું કે – હે ભગિની ! મારે અપરાધ ક્ષમા કરજે.” એ વખતે અન્ય તે બને ખમવા નમાવવા લાગી. પછી રાજાએ પૂછયું કે – ભગવન્! મેં પૂર્વ ભવે શું સુકૃત કર્યું હતું કે જેથી મને રાજ્ય મળ્યું? મુનિ બેલ્યા કે –“પૂર્વભવમાં તે જિનબિંબની આગળ અક્ષતના ત્રણ ઢગ કર્યા હતા, તેનું દેવત્વ અને રાજ્યપ્રાપ્તિ એ પુષ્પરૂપ (ફળ) છે અને ત્રીજા ભવમાં મોક્ષ