________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૨૯
સુનીંદ્ર તેને આ પ્રમાણે ધર્મોપદેશ દેવા લાગ્યા :–“અહો ! છો સમૃદ્ધ છતાં ત્રણે ભુવનમાં ભમે છે, પરંતુ ધર્મના અભિજ્ઞાન (નિશાની) રહિત હોવાથી તે કશું પામી શકતા નથી. જેમ બીજ વાવ્યા વિના ધાન્યની પ્રાપ્તિ થતી નથી તેમ ધર્મ વિના પુરુષોને ઈષ્ટ સંપત્તિની પ્રાપ્તિ થતી નથી. માટે બાલ્યાવસ્થામાં, દુઃખાવસ્થામાં કે નિર્ધનાવસ્થામાં પણ શ્રદ્ધાપૂર્વક માત્ર દેવદર્શન કરવા જેટલું પણ ધર્મ નિરંતર કર.” આ પ્રમાણે સાંભળીને તે દરિદ્ર પુરુષ અત્યંત ગગદ સ્વરે હાથ જોડીને મુનિને કહેવા લાગ્યો કે –“હે ભગવાન ! હું અનાથ છું, શરણ રહિત છું અને બંધુ રહિત છું, તમે જ મારા શરણ છે. આ ભવમાં મને મધુર વાણીથી કેઈએ બોલાવેલ નથી. હે સ્વામિન ! હું સર્વત્ર તિરસ્કાર જ પામ્યો છું, નિરાધાર એવા મેં અત્યારે નાવ સમાન આપને મેળવ્યા છે; તો હવે પ્રસાદ કરીને કહે કે – દેવ કેણ ? અને તેના દર્શનથી શું ફળ થાય ? તેમજ તેનું દર્શન કેમ થાય? તે બધું થડા અક્ષરમાં કહે” એટલે મુનિ બોલ્યા કે –“હે ભદ્ર ! સાંભળ. પદ્માસને બિરાજમાન અને શાંતમૂર્તિ જિનેશ્વર તે દેવ, તેના મંદિરમાં જઈને પૃથ્વી પર મસ્તક રાખી હાથ જોડી પ્રણામ કરીને આ પ્રમાણે કહેવું. – "जितसंमोह सर्वज्ञ. यथावस्थितदेशक । प्रैलोक्यमहित स्वामिन् , वीतराग नमोस्तु ते" ॥
મેહને જય કરનાર, સર્વજ્ઞ, થથાવસ્થિત વસ્તુના