________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૪૧
એટલે રાજાએ પૂછયું કે –“કે લગ્નયોગ છે? પુરોહિતે કહ્યું કે –“હે રાજેન્દ્ર ! એકાંતે કહીશ.” પછી પ્રસંગ આવતાં તેણે કહ્યું કે – “હે સ્વામિન્ ! મારે ઘરે દાસીને અત્યારે જે પુત્ર અવતર્યો છે તે અત્યારના લગ્નોગથી તમારું રાજ્ય ગ્રહણ કરશે. તે સાંભળીને રાજા વાહત જે થઈ. ગ. તેણે શંકાકુળ થઈને સભા વિસર્જન કરી. પછી આસનથી ઉઠી મહેલમાં જઈને તે આ પ્રમાણે ચિંતવવા લાગે કે –
અહો ! આ કેવું અસંભાવ્ય (અસંભવિત)? મારો પુત્ર વિદ્યમાન છતાં મારું રાજ્ય શું આ દાસીને પુત્ર લેશે ? માટે વ્યાધિ ઉત્પન્ન થતાં જ તેને છેદ સારો. આગ લાગે ત્યારે કુ દવાને ઉદ્યમ કરે તે શા કામને એમ વિચારી રાજાએ ચંડ નામના સેવકને બોલાવીને આદેશ કર્યો કે —– “અરે ચંડ ! તું મારું કાર્ય કરવાને સમર્થ છે, માટે સાંભળ -મારા પુરોહિતની દાસીને જે પુત્ર અવતર્યો છે, તેને છાની રીતે નગર બહાર લઈ જઈને મારી નાખ.” તે બે કે – “આપને આદેશ પ્રમાણ છે. આ પ્રમાણે કહીને તે ત્યાંથી ચાલ્યા ગયે. પછી સંધ્યા વખતે બાળકને એકાકી જોઈને તેણે ઉપાડ અને નગરની બહાર લઈ જઈ એક જીર્ણ અને શુષ્ક એવા મેટા બગીચામાં રહેલા એક કુવાની સમીપે આંબાના વૃક્ષની નીચે બેસી વસ્ત્ર ઉતારીને ચંડ પેલા બાળકને જેવા લાગે; એટલે ચંદ્રની પ્રભા સમાન ઉજવળ તેનું મુખ જોઈને અને તે વનને પણ તરતમાં જ પ્રફુલ્લિત થઈ ગયેલું જેઈને ચંડ મનમાં ખુશ થઈ વિચારવા લાગ્યો –અહો ! આવા પરવશપણને ધિકકાર થાઓ કે જેથી આવા સુંદર બાળકને