________________
૪૩૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કેવા દિવ્ય રૂપધારી છે. માટે આપણે પણ મનમાં તેની ધારણા કરીને આ તીર્થજળમાં પડીએ કે જેથી આપણે પણ આવા રૂપવંત મનુષ્ય થઈ જઈએ. આવી સ્ત્રી તું થા, અને આ પુરૂષ હું થાઉં” આ પ્રમાણે સાંભળીને વાનરી બેલી કે-હે કાંત! એનું નામ પણ લેશે નહિ, કે જે પોતાની માતાને પત્નીની બુદ્ધિથી હરણ કરીને લાવેલો છે, એ પાપીના રૂપને તમે શા માટે ઈચ્છો ? આ પ્રમાણે વાનરીનું વચન સાંભળીને તે બંને વિસ્મય પામ્યા. કુમાર ચિંતવવા લાગ્યો કેમેં હરણ કરેલી આ મારી જનની શી રીતે થાય તે સમજાતું નથી. પરંતુ એને જોતાં મને માતૃબુદ્ધિ તે ઉત્પન્ન થાય છે. રાણીએ મનમાં વિચાર કર્યો કે “આ મારે પુત્ર શી રીતે ? એ સમજાતું નથી, પરંતુ એને જોતાં પોતાના પુત્રની જે મારા મનમાં નેહ ઉદ્દભવે છે. પછી કુમાર સાશંક થઈને આદરપૂર્વક વાનરીને પૂછવા લાગે કે-હે ભદ્રે ! તું જે વચન બેલી તે શું સત્ય છે? તે બોલી કે એ સત્ય જ છે, જે સંદેહ હેય તે આ વનમાં જ્ઞાની મુનિ છે તેમને પૂછી જે.” એમ કહીને તે બંને અદશ્ય થઈ ગયા. પછી વિસ્મય પામતે કુમાર વનમાં જઈને તે મુનિને પૂછવા લાગ્યું કે “હે ભગવન્! વાનરીએ જે કહ્યું તે સત્ય છે? મુનિ બેલ્યા કે– હે ભદ્ર! તે બધું સત્ય છે તેમાં અસત્ય જેવું બીલકુલ નથી. અત્યારે હું કર્મોને ક્ષય કરવા ધ્યાનમાં સ્થિત છું, તેથી તેને વધારે કહી શકતું નથી, પણ હેમપુરમાં કેવળી ભગવંત બીરાજે છે ત્યાં તું જા, તે તેને બધું સ્પષ્ટ કહેશે પછી મુનિને નમસ્કાર કરીને માતા સહિત કુમાર ઘરે ગયો. ત્યાં અત્યંત હર્ષિત થયેલા માતપિતાએ કુમારને ખિન્ન થયેલ