________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૩૩
હવે વિદ્યારે તે બાળકનું મદનકર એવું નામ રાખ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે વિવિધ વિદ્યા શીખે ને યૌવનવય પામ્યો. એકદા આકાશગામિની વિદ્યા વડે ગગન માગે ગમન કરતાં રાજમહેલના ગોખમાં બેઠેલી પોતાની માતાને તેણે જોઈ એટલે જેવા માત્રથી ઉત્પન્ન થયેલા સ્નેહથી મદનાંકુરે તેને ઉપાડીને પોતાના વિમાનમાં બેસાડી દીધી. તે રાણી પણ નેકદ્રષ્ટિથી તે કુમારને વારંવાર જોવા લાગી. એવામાં નગરલોકે ઉંચા હાથ કરીને કહેવા લાગ્યા કે –“અહો ! કઈ વિદ્યાધર આપણા રાજાની રાણીને લઈ જાય છે. તે સાંભળી રાજા ઘણે દુભાણે, પણ શૂરવીર છતાં તે શું કરી શકે ? ઉંચા વૃક્ષ પરથી ફળ લેવામાં કુજ શું પરાક્રમ કરે? પુત્રના મરણથી અને પત્નિના અપહરણથી હેમપ્રભ રાજા બહુ દુઃખી થઈ ગયા.
એવામાં દેવ થયેલ પૂર્વભવના પોપટી જીવે અવધિજ્ઞાનથી અનુચિત કાર્ય થતું જાણુને વિચાર કર્યો કે-“અહો ! મારે ભાઈ પોતાની માતાને સ્ત્રીબુદ્ધિથી હરણ કરી જાય છે તે ઠીક થતું નથી.” અહીં મદનાંકુર પિતાના નગરની પાસે આવી એક સરોવરને કાંઠે આમ્રવૃક્ષ નીચે જયસુંદરી સહિત બેઠે; એટલે પેલે દેવ વાનર અને વાનરીનું રૂપ કરી આમ્રવૃક્ષની શાખાપર આવીને બેઠે. ત્યાં રહ્યો છતે વાનર વાનરીને કહેવા લાગ્યો કે- હે પ્રિયે ! આ તીર્થ અભીષ્ટદાયક છે. આ તીર્થના જળમાં પડેલ તિર્યકરો મનુષ્ય થાય છે અને મનુષ્યો દેવત્વ પામે છે. જે, આ બને મનુષ્ય
૨૮