________________
૨૩૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પાલન કરતાં એકદા તે રાજાને બે જાતિવાન અશ્વ કેઈએ ભેટ કર્યા. તે સારા લક્ષણવાળા હતા, પણ વિપરીત શિક્ષણ પામેલા હતા. તેના સ્વરૂપને ન જાણતે એ રાજા પોતે એક અશ્વપર આરૂઢ થયા અને બીજા પર પ્રધાનને આરૂઢ થવાને આદેશ કર્યો. રાજા અને પ્રધાન પરિવાર સાથે નગરની બહાર ગયા.
ડીવાર ચલાવીને તે ઘડાઓની ગતિ જાણવા માટે રાજાએ અને પ્રધાને તેમને કર્કશ પ્રહાર કર્યો, એટલે તરત કુદકે મારીને તેઓ વેગથી દડવા લાગ્યા. રાજાએ કહ્યું કે –“હે સેવકો જલદી દો અને ઘોડાઓને પકડે.” એમ રાજા બેલ હતે, તેવામાં તે તે ઘડાઓ એકદમ એટલી ઉતાવળી ગતિથી દેડયા કે રાજા અને પ્રધાન ક્ષણવારમાં અદૃશ્ય થઈ ગયા. જેમ જેમ તેઓ તેને ઉભા રાખવા લગામ ખેંચતા હતા, તેમ તેમ તે ઘડાઓ શીઘ્રગતિથી દોડતા હતા. એ રીતે અટવીમાંથી પસાર થતાં આમળાંના વૃક્ષ નીચેથી પ્રધાનનો ઘેડે નીકળ્યો, તે વખતે પ્રધાને ત્રણ આમળાં તોડી લીધાં. પછી તે બહુ દૂર નીકળી ગયા, ત્યાં વિલખા થઈને તેમણે લગામ મૂકી દીધી, એટલે ઘડાઓ ત્યાંજ ઉભા રહી ગયા. પછી રાજા અને પ્રધાન નીચે ઉતર્યા, એટલે બંને ઘડા મરણ પામ્યા. ક્ષણભર તેનો ખેદ કરીને તે બંને વૃક્ષની છાયામાં બેઠા. ત્યાં તરસથી પીડિત થયેલ રાજા મનમાં ચિંતવવા લાગે કે –“મૂઢ જનોએ પથરના ટુકડામાં રનની સંજ્ઞા રાખી છે, પણ પૃથ્વી પર ખરાં રત્ન તે પાણી, અન્ન અને સુવચન-એ ત્રણ જ છે, એમ જે કહેવામાં આવે છે તે વચન સત્ય છે. કારણ કે અત્યારે એ પાષાણખંડરૂપ રને મારી પાસે હોવા છતાં પણ ઉક્ત જળાદિ રત્નના અભાવથી