________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૨૯
એકદા પ્રધાન સહિત રાજા સેના લઈને દૂર દેશ ગયે હતું. ત્યાં એક દિવસે દંપતી (પતિપત્ની)ના વિષયમાં નેહપ્રસ્તાવની વાત નીકળતાં ભાનુમંત્રીએ રાજાની આગળ નેહરૂપ વર્ણવ્યું; એટલે રાજાએ તેના નેહની પરીક્ષા માટે એક પુરુષને પુર મેક. તેણે રાજાના આદેશથી ભાનુમત્રીપરની વિપત્તિની ખાટી વાત સરસ્વતી આગળ દુઃખ સહિત નિવેદન કરી. તે સાંભળીને તત્કાળ હદય ફાટી જવાથી સરસ્વતી મરણ પામી, એટલે તે પુરુષે સેનાની છાવણીમાં જઈને રાજાને તે વાત જણાવી, વજઘાત સમાન તે વાત સાંભળીને રાજા ચિંતવવા લાગે કે –“અહો ! મેં ફેગટ વાતનું પાપ માથે લીધું, પણ પ્રધાન એ વાત ન સાંભળે ત્યાં સુધીમાં તેને બચાવવાને ઉપાય કરું? એમ નિશ્ચય કરીને રાજા પ્રધાનને ઉતારે ગયે. એટલે અમાત્યે સંભ્રમથી કહ્યું કે –“હે સ્વામિન્ ! સેવકની પાસે તમે પોતે પધાર્યા એ શું ?” રાજા બોલ્યો કે –“ હું તારી પાસે કંઈક માગવા આવ્યો છું.' મંત્રી બેલ્યો કે —હે રાજન! હુકમ કરો.” એટલે રાજા બેલ્યો કે–“સ્નેહની પરીક્ષા કરવા મેં તારી સ્ત્રીની આગળ તારા મરણના સમાચાર કહેવરાવ્યા, તે સાંભળીને તે મરણ પામી, માટે હવે મારી પ્રાર્થના છે કે તારે મરણને પ્રયાસ ન કર.” તે સાંભળીને પ્રધાનને મૂરછ આવી ગઈ; એટલે રાજાએ શીતળ ઉપચારથી તેને સજ્જ કર્યો પછી પ્રધાન બેન્ચે કે –“હે સ્વામિન્ ! મારું વચન જાય છે. “સજજન પુરુષ પ્રમાદમાં પણ કંઈ બેલી જાય તે તે શિલાલેખ જેવું સમજવું–તે અન્યથા કદિ ન થાય.” માટે મારે મરણ સાધવું જ જોઈએ.” આમ કહ્યા છતાં પણ