________________
૪૧૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
મારી સાથે પ્રપંચ રમવા ધારે છે; પરંતુ હવે મારે એને વિશ્વાસ ન કરે.” એમ ચિંતવી તેને નમસ્કાર કરીને તે બેલ્યો કે –“હે માતા ! તારું કહેવું બધું સત્ય છે. તારી પુત્રીને એમ કરવું ઉચિત છે. તે કહે, હવે મારે શું કરવું?” તે બોલી કે –“હવે જલ્દી આપણે ઘરે આવવું.” એટલે કુમાર તેની સાથે ગયો, અને ફરી પ્રથમની રીતે જ રહ્યો. તેમજ પહેલાંની જેમ વિલાસ અને દાન વિગેરેથી લીલામાં વખત. ગાળવા લાગ્યા. કેટલાક દિવસ પછી ફરી અકાએ ધન આગમન નું કારણ પૂછવાની મગધાને પ્રેરણી કરી; એટલે મગધા બેલી કે –“હે દુષ્ટ ! તું લુબ્ધ છે, તેથી હું કંઈ ન સમજું, તું જાતે જ પૂછ. એટલે એકદા વૃદ્ધાએ સ્વયમેવ પૂછ્યું કે – હે વત્સ ! આટલું બધું ધન તમે ક્યાંથી લાવે છે ?” રાજકુમાર બે કે –“એ પ્રગટ ન કહેવાય એવું હોવાથી કેઈને કહેવાય તેમ નથી, છતાં તને કહું છું–મારી પાસે વિદ્યાધિષ્ઠિત બે પાદુકા છે, તેના પર આરૂઢ થઈ આકાશમાં ઉડીને હું ઇદ્રના ભંડારમાંથી ઈચ્છા પ્રમાણે ધન લઈ આવું છું.” આ પ્રમાણે સાંભળીને તે દુષ્ટાએ મનમાં વિચાર કર્યો કે – એવો ઉપાય કરું કે જેથી એ બંને પાદુકા મારા હાથમાં આવે.”
પછી એ કદા માયાથી અકા માંદી થઈને એક જણે માંચા પર સુતી અને બેટી શૂળપીડાથી બબડવા લાગી; એટલે. કુમારે તેનું કારણ પૂછયું. તે બોલી કે –“હે વત્સ ! તને હું શું કહું ? એ તે આ શરીરથી જ સહન થાય તેમ છે,