________________
૪૨૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
તે અક્ષતપૂજાનું ફળ સાંભળીને પિપટી પિપટને કહેવા લાગી કે આપણે પણ અક્ષતના ત્રણ પુંજથી જિનેશ્વરની હમેશા પૂજા કરીએ, કે જેથી અલ્પકાળમાં સિદ્ધિસુખને પામીએ” પોપટ તે વાત સ્વીકારી, એટલે તે બંને જિનેશ્વરની આગળ અક્ષતના ત્રણ ઢગ દરરોજ કરવા લાગ્યા અને તે પ્રમાણે તેમણે પોતાના પુત્ર-પુત્રીને પણ શીખવ્યું. એટલે તે ચારે પક્ષીઓ પ્રતિદિન જિનેશ્વર આગળ શુદ્ધ ભાવથી અક્ષત પૂજા કરવા લાગ્યા. અનુક્રમે આયુ પૂર્ણ કરીને તે ચારે છે દેવલોકમાં ગયા.
દેવલોકમાં સ્વર્ગસુખ ભોગવી પિપટને જીવ ત્યાંથી ચવીને હેમપુર નગરમાં હેમપ્રભ નામે રાજા થયે અને પિટીને જીવ તે જ રાજાની જયસુંદરી નામે પત્ની થઈ બીજી પિટી પણ સંસારમાં ભમીને તેજ હેમપ્રભ રાજાની રતિસુંદર નામે રાણી થઈ તે રાજાને બીજી પણ પાંચસે રાણીઓ હતી; પણ પૂર્વ સંસ્કારને લીધે તે બે રાણીઓ ઉપર બહુ જ સ્નેહ રાખતે હતે.
એકદા તે રાજાને મહા દાહજવર થયો. ચંદનને લેપ કરવાં છતાં પણ તે વ્યાકુળ થઈ જમીન પર આળોટવા લાગે અનુક્રમે તેને સાત મહારોગ લાગુ પડયા. અંગભંગ, ભ્રમ, ફાટક (ફેડલા), સેફ (શરીર સુજી જાય તે), મસ્તકપડા, દાહ અને વર–એ સાત રેગ પ્રચંડ કહેવાય છે. તે સાતે રેગ ઉદ્દભવ્યા, તેના ઉપચાર માટે આયુર્વેદવિશારદ ઘણા વૈદ્યો આવ્યા, અને વિવિધ શાસ્ત્રો તપાસી રાજાની શરીરચેષ્ટાનું નિરીક્ષણ કર્યું; અને નાડી જોઈ મૂત્રપરીક્ષા પણ કરી. પછી