________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૨૯ તેમણે વિવિધ ઉપાયે કર્યા. પછી મંત્રવાદીઓને બેલાવી મંત્રતંત્રાદિ કર્યા પણ તે બધા નિષ્ફળ ગયા. વિવિધ ગ્રહપૂજા કરી અને તે નિમિત્તે દાન દીધાં, પણ કઈ રીતે રાજાને સમાધિ (શાંતિ) ન થઈ, એટલે વૈદ્ય વિગેરે બધા સ્વસ્થાને ચાલ્યા ગયા. પછી સ્થાને સ્થાને દેવપૂજા અને યક્ષ, રાક્ષસે વિગેરેની માનતા કરવામાં આવી. એકદા રાત્રે કેઈ રાક્ષસ પ્રગટ થઈને રાજાને કહેવા લાગે કે –“હે રાજન્ ! જે તારી કેઈ સ્ત્રી પિતાના દેહનું તારા પર અવતારણ કરીને અગ્નિમાં પડે, તે તારૂં જીવિત કાયમ રહે–અન્યથા નહિ રહે.” તેમ કહીને રાક્ષસ ચાલ્યો ગયે. એટલે રાજા વિસ્મય પામીને ચિંતવવા. લાગ્યો કે-“આ ઇંદ્રજાળ છે કે સત્ય છે ? એમ વિક૯૫ કરતાં તેણે આખી રાત ગાળી. સવારે ઉદયાચલના શિખર પર સૂર્ય આવ્યો અને અજવાળું થયું એટલે રાજાએ રાત્રિનો વૃત્તાંત. પ્રધાનને કહી સંભળાવ્યું. તે સાંભળી પ્રધાને કહ્યું કે –“હે સ્વામિન્ ! જીવિતને માટે એમ પણ કરી શકાય.” રાજા બેલ્યો કે –“ઉત્તમ જને પરપ્રાણથી પિતાના પ્રાણની રક્ષા કરતા નથી, માટે જે થવાનું હોય તે થાઓ, હું તેમ કરવા ઈચ્છતું નથી.” તે પણ પ્રધાને રાજાની મરજી નહીં છતાં બધી રાણીઓને એકત્ર કરી રાત્રે રાક્ષસે કહેલ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી પોતાના જીવિતના લાભથી બધી રાણીઓ નીચું મુખ કરી બેસી રહી, કેઈ કાંઈ ઉત્તર આપી શકી નહિ. એ વખતે વદનને વિકસિત અને મનને હર્ષથી પ્રફુલ્લિત કરી રતિસુંદરી ઉભી થઈને બોલી કે –જે મારા જીવિતથી રાજાજી જીવતા હોય, તે બહુ શ્રેષ્ઠ વાત છે, હું એ કાર્ય કરવા તૈયાર છું.'