________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પશ્ચાત્તાપ કરી તેનું ઇંડુ કરી ત્યાં મૂકી દ્વીધું. પછી તે પાપટી જમીન પર આળેટીને પાછી વૃક્ષ પર આવી, ત્યાં પેાતાનુ ઇંડુ જોવામાં આવવાથી જાણે અમૃતથી સિંચાઇ હોય તેમ આનંદ પામી. આમ કરવાથી પ્રથમ પાપટીએ તે નિમિત્તે દારૂ ક માંધ્યું. પશ્ચાત્તાપ કરવાથી તેમાંના બહુ ક તે ક્ષય થઈ ગયાં, તે પણ એક ભવમાં ભાગવવા જેટલું કમ બાકી
રહી ગયું.
૪૨૭
હવે તે બે ઇંડામાંથી પેાપટ અને પાપટી ઉત્પન્ન થાય તે અને વનમાં ક્રીડા કરવા લાગ્યા. ડાંગરના ખેતરમાંથી હંમેશા ચાખા લાવીને તે પાપટનું જોડુ પાતાના બચ્ચાંઓને ખવરાવવા લાગ્યું.
એકદા જ્ઞાની ચારણશ્રમણમુનિ આદિનાથના પ્રાસાદમાં આવી પ્રભુને નમસ્કાર કરીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. —હે ત્રણ ભુવનના અધીશ ! અને હું સ`સારપારગ ! તમે જયવંત વર્તા, હે અન'તસુખના નિધાન ! હૈ જ્ઞાનના મહાસાગર ! તમે જયવંત વર્તા' આ પ્રમાણે ઉદાર સ્તુતિ અને વ'ના કરી તે મુનિ શુદ્ધ ભૂમિપર પ્રમાર્જન કરીને બેઠા. તે વખતે રાજા પણ શુદ્ધ ભાવથી જિનેશ્વરને પૂજી અને મુનિને વંદના કરી તેમની પાસે બેસીને પૂછવા લાગ્યા કે—હે ભગવન્ ! પૂજાનું ફળ પ્રકાશે.’ એટલે મુનિ મલ્યા કે હે રાજન્ ! જિનેશ્વરની આગળ અખ’ડ અક્ષતના ત્રણ ઢગ કરતાં અક્ષત (ખંડિત ન થાય તેવુ) સુખ પ્રાપ્ત થાય છે.’ આ પ્રમાણેનું મુનિનું વચન સાંભળીને અનેક મનુષ્યા અક્ષતપૂજામાં તત્પર થયા.