________________
૪૩૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
એમ સાંભળી પ્રધાને મહેલના ગવાક્ષ નીચે એક મેટે કુંડ કરાવી તેમાં ચંદનાગરના કાષ્ઠો પુરાવ્યાં. પછી તે રાણી સ્નાન વિલેપન કરી પવિત્ર વસ્ત્ર પહેરી પોતાના પતિને નમસ્કાર કરીને કહેવા લાગી કે– હે નાથ ! મારા જીવિતવ્યના બદલામાં તમે ચિરંજી. હું અગ્નિકુ ડમાં પ્રવેશ કરૂં છું.” એટલે રાજા ખેદ લાવીને બેલ્યો કે-“હે કાંતે! મારે માટે તું જીવિતને ત્યાગ ન કર, પૂર્વકૃત કર્મ મારે જ ભેગવવા યોગ્ય છે. એટલે તે રાણી રાજાને પગે પડીને બેલી કેહે સ્વામિન! એમ ન બોલો, તમારા નિમિત્તે જે મારા પ્રાણ જતા હોય, તે મારૂં જીવિત સફળ છે.” એક કહી બળાત્કારે રાણી રાજા ઉપરથી પિતાનું ઉત્તારણ કરી ગેખ આગળ જઈને બળતા એવા અગ્નિકુંડમાં કૂદી પડી. એ વખતે રાક્ષસ સંતુષ્ટ થઈને બેલ્યો કે- “હે વસે! તારા સત્વથી અત્યારે હું સંતુષ્ટ થયો છું. માટે તું ઈચ્છિત વરદાન માગી લે, તે આપવા હું તૈયાર છું. તે બેલી કે- જો આપ પ્રસન્ન થયા હોય તે આપના પ્રસાદથી મારા સ્વામી ચિરકાળથી ઉત્પન્ન થયેલા રેગની પીડાથી મુક્ત થાઓ.” રાણીની આવી માગણીથી “એમ જ થાઓ એ પ્રમાણે કહી રાણીને સુવર્ણ સિંહાસન પર બેસાડી અને રાજાને અમૃતથી અભિષેક કરીને રાક્ષસ પિતાને સ્થાને ગયો. રાજાને જીવિતદાન આપવાથી સમસ્ત રાજલક રતિસુંદરી રાણની જયજયારવથી સ્તુતિ કરવા લાગ્યા. તે રાણીએ રાજા પાસે આવીને પુષ્પ અને અક્ષતથી તેમને વધાવ્યા, એટલે રાજા બે કે હે પ્રિયે! તારા સત્વથી હું સંતુષ્ટ થયો છું, માટે ઈષ્ટ વર માગ. તે બેલી કે– હે સ્વામિન્ ! તમે જ મારા અભિષ્ટ વર છો” રાજા બે કે-“ભદ્રે !