________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૨૫
કરે, હું તમારી પ્રિયાને લેક સમક્ષ સજીવન કરૂં છું.” તે સાંભળી રાજા હર્ષ પામીને બે કે –હે ભગવતી ! પ્રસન્ન થાઓ, તમારું કથન સત્ય થાઓ, આ દયિતાને જીવિતદાન આપતાં તમે મને પણ છવાડે એમ જાણજે.” આ પ્રમાણે રાજાએ કહ્યું, એટલે ગણે બીજી (સંજીવની) ઔષધિને નસે રાણીને નાસિકામાં સુંઘાડે, એટલે તેના પ્રભાવથી રાણ તુરત જ સાવધાન થઈ. તે જોઈ રાજા વિગેરે બધા લોકે હર્ષ પામ્યા. ત્યાં જયજયાવર થઈ રહ્યો. અને વાછત્રોને નાદ, ગીત ગાન અને નાટક શરૂ થયા. પછી સર્વાગે આભૂષણ પહેરી રાજા તે ગણના પગ (ચરણ) પૂજીને બે કે –“હે પૂ ! હે આ ! જે તમને રૂચે તે માગો.” તે બોલી કે –“હે રાજન ! મારે કંઈ જરૂર નથી તારા નગરમાં ભિક્ષા લેવાથી જ મને સંતોષ છે, કારણ કે –“જેમ પવનનું ભક્ષણ કરતાં છતાં સર્પો દુર્બળ થતાં નથી અને શુષ્ક તૃણ ખાવા છતાં હાથીઓ બળવંત રહે છે, તેમ મુનિવરો પણ ભિક્ષાભેજનથી જ પિતાને કાળ પસાર કરે છે. સંતેષ એજ પુરુષને પરમ નિધાન છે.” પછી રાજા રાણી સાથે હાથીના સ્કંધ પર આરૂઢ થઈને સ્વસ્થાને ગયો. ત્યાં તે જોગણને માટે રાજાએ એક મનહર મઢી કરાવી આપી, એટલે તે આર્યા સુખપૂર્વક ત્યાં રહીને કાળ પસાર કરતી આયુક્ષચે મરણ પામીને આર્તધ્યાનના ગે પોપટી થઈ. તે હું તારી પાસે ઉભી છું. તારી રાણીને જેવાથી અત્યારે મને જાતિ સ્મરણ ઉત્પન્ન થયું. તેથી મેં આ ચરિત્ર તારી આગળ કહી બતાવ્યું છે.