________________
૪૨૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
જેજે. પછી અવસરે બીજી મૂલિકાથી હું તને ન આપી સજીવન કરીશ.” રાણું બેલી કે –“હે માત ! એ પ્રમાણે કરીશ.” પછી ગણ એક મૂલિકા આપીને સ્વસ્થાને ચાલી ગઈ. એટલે રાણી તે મૂલિકાથી નાકમાં ન લેતાં જ મૃતવત્ થઈને અકસ્માત્ બેભાન થઈ નીચે પડી. રાજાએ તેને બેભાન સ્થિતિમાં જોઈ એટલે તે શેકાત્ત થયો. રાજલોકમાં પણ સર્વત્ર આકંદન અને હાહાકાર ઉછળી રહ્યો. પછી રાજાના આદેશથી ઘણા વૈદ્યો અને માંત્રિકે ત્યાં ભેગા થયા, પણ તેઓ તેને મૃતવત્ જાણીને ચાલ્યા ગયા અને “એને અગ્નિસંસ્કાર કરે ઉચિત છે.” એમ કહી ગયા; એટલે રાજાએ કહ્યું કે –“એની સાથે મારો પણ અગ્નિસંસ્કાર કરો, એના વિના હું જીવી શકું તેમ નથી” એટલે મંત્રી, સામંત અને લોક શોકાકુળ થઈને કહેવા લાગ્યા કે –“હે રાજન્ ! વિશ્વાધાર એવા તમને આમ કરવું ઉચિત નથી.” એટલે રાજાએ અત્યંત દુઃખિત થઈને કહ્યું કે – “શું સ્નેહીની બીજી ગતિ હોય ? ન જ હોય. માટે હવે વિલંબ ન કરે, મારે એક ક્ષણ પણ વરસ સમાન જાય છે, તેથી તાકીદે ચંદનકાષ્ઠની ચિતા રચાવો” એમ કહીને રાજા રાણીની સાથે પિતાના મહેલમાંથી બહાર નીકળ્યો અને વાજીના મોટા અવાજ પૂર્વક સ્ત્રી અને પુરુષો સાથે રૂદના કરતે રાજા સ્મશાનભૂમિમાં આવ્યો. ત્યાં પુષ્કળ દાન આપી રાણ સહિત કેટલામાં પ્રવેશ કરે છે, તેટલામાં પેલી પરિવાજિક દૂરથી ત્યાં આવી અને બેલી કે –“હે રાજન્ ! સાહસ ન કરો.” રાજા બે કે –“હે પૂજ્ય ! એની સાથે જ મારૂં જીવિત છે.” તે બોલી કે -જે એમ હોય તે ક્ષણવાર વિલંબ