________________
૪૨૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
આ પોપટને શો દોષ? તે સાંભળીને વિસ્મય પામી રાજા ચિંતવવા લાગે કે –“આ પોપટી મારે વૃત્તાંત શી રીતે જાણે!” એમ વિચારી રાજાએ પોપટીને પૂછયું કે –“ભદ્રે ! તું તે વાત શી રીતે જાણે છે? મને કૌતુક છે, તે તે બધું મને કહી સંભળાવ.” પિપટી બેલી કે –“હે રાજન! સાંભળો–
તમારા રાજ્યમાં પૂર્વે એક પરિત્રાજિકા (ગણ) રહેતી હતી. તે મહા કપટી, ક્ષુદ્ર પ્રગમાં નિપુણ અને મૂળ, મંત્ર, તંત્રમાં બહુ ચાલાક હતી. એકદા તમારી શ્રીદેવી રાણીએ તેને બોલાવીને કહ્યું કે –“હે માતા ! હું રાજાની રાણી છું, રાજાને બીજી ઘણી રાણીઓ છે, પણ કર્મવશાત્ હું દુર્ભાગી છું, રાજા મારે ઘેર આવતા નથી. માટે હે ભગવતી ! મારા પર પ્રસન્ન થઈને એવું કરે કે જેથી હું પતિને પ્રિય થાઉં. તે સાથે મારા જીવતા પતિ છે અને હું મરણ પામતાં પતિ મરણ પામે તેવું કરો. પરિત્રાજિકા બેલી કે –“અહો ! રાજાની સ્ત્રીઓના જન્મને ધિકાર છે કે સેંકડે સપત્નીઓમાં રહેવું, પુત્રના પણ દર્શન ન થઈ શકે (પુત્રોત્પત્તિ ન થાય.) અને ઘરમાં પણ સ્વેચ્છાપૂર્વક ગમનાગમન કરી ન શકે. કુભાવથી આપેલા દાનથી રાજપત્નીને અવતાર મળે છે તે વસે ! તું આ ઔષધિ લે, તે તારા પતિને ખાનપાનમાં ખવરાવજે; એટલે તારે સ્વામી તારે વશ થશે” રાણી બેલી કે –
એ વાત ખરી પણ મારે ઘરે જ આવતા નથી, તે તેના દર્શન કયાંથી? અને તેને દવા ખવરાવવી શી રીતે ?” જોગણ બેલી કે હે ભદ્રે ! જો એમ હોય તે મારી પાસેથી એક બીજે.