________________
૪૧૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ચંચલ ચિત્ત મ કરસિ ચિંતા, ચિંતનહાર કરે સબ ચિંતા; ઉદર થકી જેણે કરી ચિંતા, એઈ વિશ્વભર કરસિ ચિંતા
એમ ચિંતવને ત્યાં રહીને દુઃખથી તે દિવસે ગુજારવા લાગે અને વનફળથી પ્રાણવૃત્તિ (ગુજરાત) કરવા લાગ્યા. એવામાં કેાઈ વિદ્યાધર અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા જતા હતે, તેણે કુમારને ત્યાં ભમતે જોઈ ને દયા લાવી તેની પાસે આવીને પૂછયું કે –“અરે ! તું કેણ છે? અને અહીં શી રીતે આવ્યો છે?” એટલે કુમારે પિતાને યથાસ્થિત (જે બનેલ તે) વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી વિદ્યાધરે તેને ધીરજ આપીને કહ્યું કે –“હે ભદ્ર ! સાંભળ–હું તીર્થ યાત્રા કરીને પંદર દિવસમાં પાછો આવીશ, ત્યાં સુધી તારે અહીં જ રહેવું. અહીં આવ્યા પછી હું તને ઈષ્ટ સ્થાને પહોંચાડીશ. પણ સાંભળ–અહીં ચારે દિશામાં દેવતાઓએ કીડા કરવા માટે બગીચા કરેલા છે, તેમાંના પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશાના બગીચામાં જઈ તારે ફલાહાર અને જળકીડા વડે આનંદ કર; પરંતુ પશ્ચિમ દિશામાં મંદિરની પાછળ જે બગીચે છે, ત્યાં તારે સર્વથા ન જ જવું.” કુમારે તે વાત કબુલ કરી. એટલે તેને લાડવાદિક ભાત આપીને વિદ્યાધર આકાશમાર્ગે ચાલ્યો ગયો અને કુમાર પ્રતિદિન કામદેવની પૂજા કરતે છતે ત્યાં રહ્યો.
એકદા કૌતુક જેવાને માટે કુમાર પૂર્વ દિશાના ઉદ્યાનમાં