________________
૪૧૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કર્યો. અને મનનો મેલ દૂર કરાવ્યું. પેલા માતંગને પણ તેની જાતિમાં મુખ્ય અધિકારી (મહેતર) બનાવ્યો. એ પ્રમાણે તે બંને કુમારે પોતાના કુટુંબ સહિત રાજ્યસુખ ભેગવવા લાગ્યા.
એકદા તે બંને ગેખમાં બેસીને નગરની શોભા એતો હતા, એવામાં જુગપર્યત દષ્ટિને સ્થાપક કરનાર, અવ્યગ્ર મનવાળા, મહાનુભાવ, મેલથી મલિન ગાત્રવાળા, પવિત્ર ચારિત્રના ભાજન અને શુદ્ધ ભિક્ષાને માટે ભ્રમણ કરતા એક મુનિને તેમણે જોયા. તેમને જોઈને તે બંને બંધુઓએ ચિંતવ્યું કે –“આવું રૂપ આપણે ક્યાંક જોયું છે. એમ ચિંતવતા શુભ ધ્યાનના ગે તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી બહુ આડંબરથી તે બંને મુનિને વંદન કરવા ગયા. ત્યાં મુનિને નમસ્કાર કરીને તે બંને તેમની દેશના સાંભળવા બેઠા એટલે મુનિંદ્ર પણ વિશિષ્ટ અવધિજ્ઞાનથી તેમને પૂર્વ ભવ જાણીને બેલ્યા કે –“હે રાજન ! તે પૂર્વ ભવમાં સાધુને હરાવીને દાનરૂપ કઃપવૃક્ષ રેપ્યું હતું, તેનું રાજ્ય પ્રાપ્તિરૂપ આ કુલ મળ્યું છે અને મોક્ષગમનરૂપ ફળ હવે પછી પ્રાપ્ત થવાનું છે. વયરસેને પાંચ કેડીના પુષ્પ લઈને જિનપૂજા કરી હતી, તે પુણ્યના પ્રભાવથી તે દિવ્ય અને વિપુલ ભેગ પામે છે. એ પણ તેના પુણ્યવૃક્ષનું પુષ્પ સમજવું, તેનું ફળ તે અનંત સુખરૂપ સિદ્ધિ પ્રાપ્ત થશે તે સમજવું ” આ પ્રમાણે સાંભળીને પ્રફુલ્લિત વદનથી તે બંનેએ મુનિને પૂછયું કે – “હે વિભે !
૧. યુગ-ધાસરૂં. તત્રમાણ એટલે ચાર હાથ પ્રમાણ આગળ દષ્ટિ વડે જોઈને ચાલતા.
ભાગ