________________
૪૧૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
અમારા કુટુંબની એક વૃદ્ધાને ઔષધના પ્રયોગથી ગધેડી બનાવી દીધી છે. તે વાત સાંભળીને રાજા પણ હસ્યો. એટલે વેશ્યાઓએ કહ્યું કે –“હે નાથ ! તમે પણ આ વાત હસી કાઢશે; તે પછી અમારી શી ગતિ ?” એટલે રાજાએ તરત જ કેટવાળને મેક. તેણે ત્યાં જઈને વયસેન કુમારને કહ્યું કે - અરે ! અમારા નગરમાં તું આવું અનુચિત કેમ કરે છે ?” એટલે કુમાર ક્રેધિત થઈને બે કે –“અરે! જેના બળથી તું આવ્યું છે, તેને જલ્દી જઈને આ ખબર કહે કે એને હકમ હું માનતા નથી.” આમ કહેવાથી કેટવાળ કે પાયમાન થઈને બાણ વિગેરેથી તેને પ્રહાર કરવા લાગ્યો, પણ દંડના પ્રભાવથી તેને પ્રહાર લાગ્યા નહિ. પછી કુમાર દંડને ઉલાળ સામે આવ્યું એટલે કેટવાળ ભાગીને રાજા પાસે ગયો. રાજાએ શસ્ત્રો સહિત ઘણું સૈનિકે મોકલ્યા અને બીજા પણ મંત્રી સામંત વિગરે વિનેદને માટે ત્યાં જોવા આવ્યા. અહીં તે કુમારે દંડ ભમાવ્યો, એટલે ચક્રની જેમ ભમતા દંડથી બધા ત્રાસ પામીને ભાગી ગયા. પછી પરિવાર સહિત રાજા ત્યાં આવ્યો; એટલે રાજાને જોઈને વયરસેન વિશેષે તે ગધેડીને મારવા લાગે એટલે તે બરાડા પાડવા લાગી, તે જોઈને લોકો હસવા લાગ્યા કે –“અહો ! બંને સૈન્ય બહુ સારાં શોભે છે. રાજા હાથી પર બેસેલ અને ધૂર્ત ખરારૂઢ (ગધેડા પર) કેવો શેભે છે?” એવામાં ગધેડીને માર મારતે વયરસેન રાજાની આગળ આવ્યા એટલે તેને રાજાએ ઓળખ્યો તેથી હાથી પરથી તરત જ નીચે ઉતરીને રાજાએ તેને આલિંગન કર્યું અને બેલ્યો કે –“હે વત્સ! આવું અનુચિત કેમ આવ્યું છે ?”