________________
૪૧૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વાટિકામાં શું છે તે જોઉં.” એમ ચિંતવીને તે ત્યાં ગયો. વાટિકાનું અવલોકન કરતાં તેણે એક વૃક્ષનું પુષ્પ સુંબું, તેની સુગંધના પ્રભાવથી તે તરત જ રાસભ (ગધેડે) બની ગયે, અને સર્વત્ર પિકાર કરતા તે ભમવા લાગ્યો પંદર દિવસ પુરાં થતાં વિદ્યાધર યાત્રા કરીને પાછો આવ્યો ત્યાં તેને તેવી હાલતમાં જોઈ તેની બહુ નિર્ભર્સના (તિરસ્કાર) કરી, પછી બીજા વૃક્ષનું પુષ્પ સુંઘાડયું, એટલે તે મનુષ્ય રૂપ પામી તે વિદ્યાધરને પગે પડે અને તેને ખમાવ્યો. પછી વિદ્યાધર બે કે “કહે, હવે તને કયા સ્થાનમાં મૂકું?” કુમાર બેલ્યો કે –“હે સ્વામિન્ મને એ બે પુષ્પ આપીને કાંચનપુરમાં મૂકે.” એટલે વિદ્યાધરે તે ગધેડા કરવાનું અને મનુષ્યકરણ – બંને પુષ્પ આપીને આકાશમાર્ગે થઈ તરત જ તેને કાંચનપુરમાં મૂકો. પછી તે ત્યાં પૂર્વ પ્રમાણે જ વિલાસ કરવા લાગે. એટલે અકકા તેને ફરી જોઈને વિસ્મય પામી. પછી તે ચક્તિ થઈને પોતાના ઢીંચણ કોણી પર પાટા બાંધી હાથમાં લાકડી લઈને ધીમે ધીમે તેની પાસે ગઈ એટલે કુમાર ગાઢ ઝેધાયુક્ત થઈને બોલ્યો કે –“હે માત ! આ શું થયું?” તે રૂદન કરતી બેલી કે –“હે વત્સ! તારા નિમિરો મને કષ્ટ પ્રાપ્ત થયું, પણ તારા આવવાથી બધું સારું જ થયું.” કુમાર બે કે –“તે શી રીતે ?” અકકા બેલી કે –“ કહેવું? જ્યારે તું કામદેવના ભવનમાં ગયે, ત્યારે કેઈ દુષ્ટ વિદ્યાધર ત્યાં આવી તારી બે પાકા લઈને ચાલતે થયે, એટલે હું તેના વચ્ચે વળગી દૈવયેગે અહીં આવતાં મને ઉલાળીને તેણે નીચે નાખી દીધી. તેથી મારા આંગે પાંગ ભાંગી