________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
અમને સિદ્ધિ કયારે પ્રાપ્ત થશે ?” મુનિ ખાલ્યા કે−‘દેવપણામાં અને મનુષ્ય પણામાં અનુક્રમે પાંચ ભવ કરી, સુખ ભાગવી છઠ્ઠા ભવમાં પૂર્વ વિદેહમાં ઉત્પન્ન થઈ ત્યાં વિશાળ રાજ્યનું સુખ ભાગવી ચારિત્ર લઈ નિર્મળ તપ કરીને ફ્રી તમે બંને સિદ્ધિપદને પામશેા.’ આ પ્રમાણેના મુનિના વચનથી બહુ જીવા પ્રતિમાધ પામ્યા. બંને કુમારેાએ ફરી સમક્તિ મૂળ ખાર તરૂપ શ્રાવકધના સ્વીકાર કર્યાં. પછી મુનીશ્વરને નમી ઘરે જઈને તે બંને જૈનધમ પરાયણ થયા. અને આખી પૃથ્વીને ભવ્ય જિનપ્રાસાદ અને જિનપ્રતિમાંથી મડિત કરી, નવ નવી ઋદ્ધિથી રથયાત્રાદિ મહાસવા કર્યો અને ભક્તિયુક્ત ચિત્તે અનેક સાધર્મિક વાત્સલ્યા કર્યાં. અન્તે દીક્ષા લઈ આયુ પૂર્ણ કરી પાંચમાં બ્રહ્મદેવલાકમાં દેવ થયા. અનુક્રમે તે બંને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે.
ઇતિ અમરસેન-વયરસેન કથા
૪૧૯
હવે અક્ષતપૂજા શુકરાજનું દ્રષ્ટાંત કહે છે શુકરાજની કથા
આ ભરતક્ષેત્રમાં વિવિધ બગીચાથી મનેાહર એવું શ્રીપુર નામે એક રમણીય નગર છે. ત્યાં ખાદ્ય ઉદ્યાનમાં સ્વના પ્રાસાદ જેવું શ્રી આદિનાથનુ દેરાસર હતું. તે શિખર પરની