________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૧૫
ગયા છે. એ વાત કોને કહેવી? જે દુઃખ પડે તે બધું સહન કરવાનું છે, પણ હવે તારા આગમનથી બધું સારું થયું.” એમ કહીને અકકા તેને પાછી પિતાને ઘરે લઈ ગઈ; એટલે તે પ્રથમ પ્રમાણે વિકાસ કરવા લાગ્યો.
કયાંથી લાવે છે. એટલે તેણે
કરી અને દિવ્ય ગી
એકદા ફરી અકાએ તેને પૂછયું કે –“હે વત્સ ! તું અહીં શી રીતે આવી શક્યા ? અને આટલું ધન દરરોજ કયાંથી લાવે છે ?” કુમાર બેલ્યો કે મેં ત્યાં રહીને કામદેવની આરાધના કરી, એટલે તેણે સંતુષ્ટ થઈને મને બહુ ધન આપ્યું અને અહીં મને મૂકે.” ફરી અકકાએ પૂછયું કે –
બીજુ કંઈ લાવ્યા છે ?” તે બોલ્યો કે –“એક દિવ્ય ઔષધિ લાવ્યો છું. તેને સુંઘવાથી વૃદ્ધને પણ નવયૌવન પ્રાપ્ત થાય છે.” આ વાતથી આશ્ચર્ય પામીને તે બેલી કે –“હે વત્સ ! જે એમ હોય તે મારા શરીરને તરૂણ બનાવ.” એટલે કુમાર બે કે –“તમારા માટે જ હું મહૌષધ લાવ્યો છું, માટે રોગ્ય અવસરે તેને ઉપયોગ કરીશ.” તે બોલી કે –“અત્યારે જ કર એટલે કુમારે તરત જ કથા અને દંડ લાવી તેના નાક પાસે પેલું પુષ્પ રાખ્યું. તે ફૂલની ગંધથી અકા તરત જ રાસભી (ગધેડી) બની ગઈ પછી કથાને ખભે નાખી અને દંડને હાથમાં લઈ તેને મારતે મારતે કુમાર નગરમાં નીકળ્યા. એટલે મગધા પિતાના ઘરમાં બેઠી છતી બેલી કે-આ બહુ સારું કર્યું, એને અતિ લાભનું ફળ દેખાડયું.” પછી બીજી ગણિકાઓ પોકાર કરતી રાજસભામાં જઈને કહેવા લાગી કે – હે સ્વામિન્ ! તમે રાજ્યકર્તા હોવા છતાં કઈક ધૂતે