________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૧૧
કહેવાય તેમ નથી.” કુમારે ફરી આગ્રહથી પૂછયું, એટલે તે બોલી કે –“હે વત્સ! તારો આગ્રહ જ છે તે સાંભળ. તું પરદુઃખથી દુઃખિત અને પરોપકારમાં રસિક છે તેથી કહું છું કે જ્યારે તું ઘરમાંથી ચાલ્યા ગયે, ત્યારે મેં સમુદ્રમાં રહેલા કામદેવની પૂજાદિકની માનતા કરી છે, પરંતુ ત્યાં જવાનું મુશ્કેલ હોવાથી તે માનતા મારાથી પૂરી થઈ શકી નથી, તેથી કામદેવ મને પીડે છે.” પછી આ દુષ્ટાને સમુદ્રમાં નાંખી દઉં. એમ ચિંતવીને તે કુમાર બેલ્યો કે –“મારે તે દુષ્કર નથી, માટે જહદી ચાલે. તે બેલી કે –“બહુ સારું.” પછી તેને સ્કંધ (ખભા) પર બેસાડી હર્ષિત થઈને પગમાં પાદુકા પહેરી કુમાર તરત ઉડીને સમુદ્રમાં આવેલા કામદેવના રમૈત્ય આગળ ઉતર્યો. ત્યાં પહોંચ્યા પછી અકકા બેલી કે - હે વત્સ ! હું દ્વાર આગળ બેઠી છું, એટલે પ્રથમ અંદર જઈને તમે કામદેવની પૂજા કરો.” એટલે દ્વાર આગળ પાદુકા મૂકીને તે રમૈત્યમાં ગયે. કુમાર અંદર ગયે કે તરત જ પગમાં પાદુકા પહેરીને અકકા જલદી પિતાના સ્થાને આવતી રહી. તે હકીકત જાણીને વયરસેન બહુ જ દુખિત થઈ ચિત્તમાં ચિંતવવા લાગ્યા કે –“હે ! હું ધૂત છતાં છેતરાયે, અહીં હું નિરાધાર થઈ પડે. પરંતુ જે થવાનું હશે તે થશે, ચિંતા કરવાથી શું ફળ છે. વળી જ્યારે હું ગર્ભમાં હતો ત્યારે મારા ગુજરાનરૂપ માતાના સ્તનમાં દૂધ સરક્યું હતું, તે શું હવે શેષવૃત્તિ સરજવી ભૂલી ગયા હશે? શું તે સૂઈ ગયે હશે કે ગુજરી ગયે હશે?” એમ બને જ નહીં. એક કવિએ કહ્યું