________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૪૯
મેકલ્યો. તેણે ત્યાં જઈને કહ્યું કે –“નમિરાજા પિતાને હાથી પાછો મંગાવે છે.” ચંદ્રયશાએ કહ્યું કેઃ “તારા સ્વામિને કો ગ્રહ નડયો છે કે જેથી તે પિતાના હાથીને પાછે માગે છે. મને કંઈ તેણે આપ્યો નથી, મને તો પરમેશ્વરે આપેલ છે. વળી લક્ષમી કાંઈ કુળકમથી આવતી નથી, તેમજ તે શાસન (હુકમ) માં લખાતી નથી, તે તે પોતાના તલવારાદિથી આકમણુ કરીને જ ભેગવી શકાય છે આ પૃથ્વીને વીરપુરુષ જ ભોગવી શકે છે. ઈત્યાદિ વચનથી દૂતનું અપમાન કરીને રાજાએ તેને વિસર્જન કર્યો. એટલે તેણે પણ નમિરાજા પાસે જઈને બધું સવિશેષ નિવેદન કર્યું, તેથી ક્રોધિત થઈને નમિરાજાએ પ્રયાણની ભેરી વગડાવી અને સર્વ લશ્કર સહિત સુદર્શનપુર પર ચડાઈ કરી. એટલે ચંદ્રયશા રાજા પણ ઉત્સાહ સાથે નમિરાજાની સામે જઈ લડાઈ કરવા તૈયાર થયો. પણ અપશુકનોએ તેને અટકાવ્યો. તેથી મંત્રીઓએ કહ્યું કે હે રાજેદ્ર ! નગરના દરવાજા બંધ કરીને હાલ તે અહીં જ રહે, પછી યાચિત કરીશું.' એટલે રાજાએ તેમ કર્યું. નમિરાજાએ આવીને તે નગરને ચારે બાજુથી ઘેરી લીધું. આ સમાચાર તેમની માતા સુત્રતા સાદેવીના જાણવામાં આવ્યા. તેણે મનમાં ચિંતવ્યું કે --પરમાર્થ જાણ્યા વિના લોકોને ક્ષય કરનાર લડાઈ કરીને મારા બંને પુત્રો અધોગતિમાં જાય તે ઠીક નહીં, માટે ત્યાં જઈને તેમને યુદ્ધ કરતાં નિવારૂં” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી પિતાના ગુરૂની આજ્ઞા લઈને કેટલાક સાધ્વીઓના પરિવાર સહિત સુત્રતા સાધ્વી સુદર્શનપુરમાં નમિરાજા પાસે આવ્યા એટલે ઉભા થવા પૂર્વક ઉંચા