________________
380
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કે -ઈ વર્ણવેલા તમારા રૂપને સાચું ન માનતા અમે અહીં આવ્યા હતા. પ્રથમ તે ઇદ્ર વર્ણવ્યા કરતાં પણ તમારું રૂપ અધિક અમે જોયું હતું પણ ક્ષણવારમાં તે સર્વ નષ્ટ થઈ ગયું છે. તમારા શરીરમાં અનેક રોગ પ્રગટ થઈ ગયા છે અને શરીર બધું નિસ્તેજ થઈ ગયું છે, હવે તમને યોગ્ય લાગે તે કરો. આ પ્રમાણે કહીને તે બંને દેવે સ્વર્ગમાં ચાલ્યા ગયા.
ઉપદેશમાળામાં કહ્યું છે કે –“ક્ષણવારમાં દેહ ક્ષીણ થતાં દેના કહેવા પરથી જેમ સનસ્કુમાર ચકી બોધ પામ્યા, તેમ કેટલાક પુરુષે જહદી પિતાની મેળે જ બોધ પામે છે.”
હવે સનકુમાર ચકી દેના વચનથી વિરમય પામીને દિવ્ય કંકણ અને બાજુબંધથી વિભૂષિત એવા પિતાના બાહુયુગલને જોવા લાગ્યા. તે તેને તે નિસ્તેજ લાગ્યું. હાર અને અર્થહારથી વિભૂષિત એવું વક્ષસ્થળ ધુળથી આચ્છાદિત થયેલા સૂર્યબિંબની જેવું શોભારહિત તેના જેવામાં આવ્યું. એ પ્રમાણે સર્વ અંગને પ્રભારહિત જોઈને તે ચિંતવવા લાગ્યા કે –
અહો ! આ સંસાર કે અસાર છે? આવું મારું સુંદર રૂપ પણ ક્ષણવારમાં નષ્ટ થઈ ગયું ! અહીં શરણ પણ કેનું લેવું? કેઈ કેઈનું રક્ષણ કરવાને સમર્થ નથી તે મહાત્માઓ. ધન્ય છે, કે જેઓ સર્વ સંગને પરિત્યાગ કરી વનમાં જઈ દીક્ષા લઈ આરાધના કરે છે. આ પ્રમાણે વિચાર કરીને તત્કાળ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સનકુમારે નિઃસંગ થઈને વિનયંધર ગુરુની પાસે દીક્ષા અંગીકાર કરી. તેના સ્ત્રીરત્ન પ્રમુખ ચૌદ ૨, રાજાઓ, આભિગિક દેવ અને સેનાના માણસે છે