________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
શિવપુરમાં લઇ જાય છે; માટે મિથ્યાત્વાધીન શ’કાર્ત્તિરૂપ હયહર ( અન્ય ચારનાર ) થી યત્ન પૂર્ણાંક તેનું રક્ષણ કરવું.' તપ્ત આયેાગાળ સદેશ ( તપાવેલા લાઢાના ગાળા જેવા ) ગૃહસ્થને વ્રત પાળવું' બહુ દુષ્કર છે. તેવા વ્રત પાળવાને અશક્ત એવા ગૃહથને પણ જિનપૂજા તા અવશ્ય કરણીય છે. જિનપૂજાથી મેાટા લાભ થાય છે. કારણ કે :- જિનેદ્રની પૂજા કરતાં દુષ્ટ પાપ દૂર જાય છે, સપત્તિ જલ્દી આવે છે, અને કીર્ત્તિ જગતમાં પ્રસરે છે' માટે શ્રદ્ધાથી યુક્ત સુશ્રાવકાએ જિનપૂજા અવશ્ય કરવી. જિનપૂજાથી રાવણે તીથ કર નામક કર્યું છે. તેનુ દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ—
ઉપજન
જિને દ્રપૂજા ઉપર રાવણની કથા
લક્ષ્મીનિવાસના સમૂહરૂપ કનકપુર નામના નગરમાં સિદ્ધસેન રાજા ન્યાયથી રાજ્ય કરતા હતા. તેને સિ'હવતી નામે પત્ની (રાણી) હતી. તે રાજા પ્રજાને પુત્રવત્ પાળતા હતા. તે જ નગરમાં બહુ કોટીધનના સ્વામી અને પ્રતિષ્ઠિત કનક શ્રેષ્ઠિ નામે વ્યવહારી રહેતા હતા. તે દેશાંતરના વ્યાપાર કરતા હતા. તેને સુરસુંદરી સમાન ગુણસુંદરી નામે પત્ની હતી. તે જિનધર્મમાં બહુ જ દૃઢ અને પ્રેમાળ હતી. પરસ્પર સ’સાર-સુખ ભાગવતાં તે દંપતીને એ પુત્રની પ્રાપ્તિ થઈ. તેમાં પ્રથમ પુત્ર સહુને વલ્લભ અને પરમ આનંદ ઉપજાવે તેવા હતા અને બીજો નાના પુત્ર વિનીત કડવુ" ખેલનાર અને સને અનિષ્ટ હતા. એક કવિએ કહ્યું છે કે – કટુ ( કડવુ ́) ખેલવાના
:
૩૭૮