________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
એક ભાગમાં વાદળાં જેવા રંગવાળો અને મધ્ય ભાગમાં તે પચરંગી હોય છે. આવાં તેનાં પુષ્પ, ગુરછ અને તેનાં લાકડાં વિગેરે પાંચે અંગ તારે લઈ આવવા. પછી જે કરવાનું છે તે નિવેદન કરીશ.”
આ પ્રમાણે પિપટના મુખેથી સાંભળીને શેઠે “આ કામ માટે વિનિત એવા સુજ્ઞ પુત્રને એકલું.' એમ વિચારી તે પુત્રને બોલાવીને કહ્યું કે –“હે ભદ્ર! આ કામ જલ્દી કરવાનું છે.” તે બે કે –“આજ્ઞા પ્રમાણે કરવા તૈયાર છું.” પછી તે પેલી લતાના પત્રને આંખે પાટા બાંધવાથી ગરૂડ થઈને ચાલ્યો. કેટલેક સુધી પિપટ માર્ગ બતાવવા સાથે ચાલ્યો. માર્ગમાં પિોપટે તેને શિક્ષા આપી કે –“હે સાત્વિક ! માર્ગે ચાલતાં જે પર્વત પર ચર્ભટી (કાકડી)ની ગંધ આવે, ત્યાં અટકી જવું, અને જમીન પર ઉતરી આંખ પર પાટે છોડી નાંખવે. પછી તે વૃક્ષના પાંચે અંગ લઈને જલદી પાછા ચાલ્યા આવવું.” આ પ્રમાણે સમજાવીને પોપટ પાછો વળ્યો. અને તે કુમાર ગરૂડપક્ષીના રૂપે દેવની જેમ ઉડીને પચાશ યેજન દૂર તે પર્વત પર ગયે. ત્યાં ગંધ અને નિશાનીથી “તે આ વૃક્ષ છે.” એમ નિર્ણય કરી નીચે ઉતરીને આંખ પરનું ઔષધ છેડી નાખ્યું. એટલે પાછું મનુષ્ય રૂપ થઈ ગયું. પેલા વૃક્ષના પાંચ અંગ તેણે જોઈ લીધાં. પછી તે વિચારવા લાગે કે –“હવે સ્વસ્થાને શી રીતે જવું ? એમ ચિંતા કરતાં ઉપાય ન સૂઝવાથી તે નિસાસા નાખવા લાગ્યું. તે વખતે અકસ્માત્ ત્યાં એક પિપટનું જોડું આવ્યું. એટલે કુમાર હર્ષિત થયે. નવા પટના