________________
૩૯૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
નૃત્યમાં ભંગ ન થવા દેવા માટે પિતાના હાથની નસ ખેંચીને રાવણે તે જગ્યાએ સાંધી દીધી, તેથી નૃત્યને અને તેના ભાવને ભંગ ન થયું. આથી જિનભક્તિના પ્રભાવથી રાવણે તીર્થકરગોત્ર ઉપાર્જન કર્યું. ૧ જિનભક્તિના પ્રભાવથી પદ્માવતી, વૈરેટયા અને અજિતબલા વિગેરે દેવીઓએ રાવણના હાથમાં થતી પીડાનું નિવારણ કર્યું. તે રાત્રિએ પ્રતિમાના અધિષ્ઠાયક દેવે રાવણને સ્વપ્નમાં કહ્યું કે –“મને મારા સ્થાને મૂકી આવ.” એટલે રાવણની બદરી નામે દાસી હતી, તેને ગર્ભ રહેલે હતું, પરંતુ ત્રેવીસ વર્ષ થઈ ગયા છતાં પ્રસવ થતો નહોતે. તે દાસીને રાવણે કહ્યું કે –“આ બિંબને ચટક પર્વત પર જઈ મૂકી આવ. એટલે તે દાસી જિનબિંબ લઈ ચટક પર્વત પર જઈ દેરાસરમાં સ્થાપન કરીને રોજ તેની ભક્તિ કરવા લાગી. તેના પ્રભાવથી તે દાસીને પુત્રને પ્રસવ થયે. તેનું કેદાર એવું નામ રાખવામાં આવ્યું. તે જન્મથી જ વૈરાગી હતે. યૌવનવય પામતાં રાવણે તેને ચટક પર્વતનું રાજ્ય આપ્યું, એટલે કેદાર પચીશ ગામોનો સ્વામી થયો. કનકશેઠ તેને પ્રધાન થશે અને તે બહુ પુણ્ય કરવા લાગ્યા. એવામાં રામચંદ્ર રાવણને વિનાશ કર્યો, પણ જિનભક્તિના પ્રભાવથી કેદારનું રાજ્ય લીધું નહિ.
એ પ્રમાણે સુખ ભોગવતાં એકદા કેવળી ગુરુ પધાર્યા; એટલે કનકશેઠ તથા કેદારરાજા ગુરુને વંદન કરવા ગયા. ત્યાં
૧. આ હકીક્ત જૈન રામાયણ વિગેરેના લેખથી જુદી પડે છે. રાવણે અષ્ટાપદ પર્વત પર તીર્થકરગેત્ર ઉપાર્જન કર્યું છે એ અન્યત્ર ઉલલેખ છે.