________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
હસ્તિનાગપુરના સ્વામી અચળ રાજા પાસે જઈ ને રહ્યો. તેણે પચાસ ગામ આપ્યા, તેથી તે સુકરપુર નામના ગામમા રહેવા લાગ્યા. તેને વિજયાદેવી નામે સ્ત્રી હતી પેલા અને સેવકા મરણ પામીને તેની કુક્ષિમાં અવતર્યા તેમાં પ્રથમ દાન કરનાર જીવ અમરસેન નામે મેટાભાઈ થયા, અને બીજો જિનપૂજક જીવ વયસેન નામે નાના ભાઇ થયા. પૂર્વ પુણ્યના પ્રભાવથી રૂપ, અને વિદ્યાદિક ગુણથી યુક્ત એવા તે થાડા દિવસેામાં વૃદ્ધિ પામી રાજ'સની જેમ સર્વને આનંદ આપનાર થઈ પડયા. તેમની જયા નામે એક સપત્ની (શેાય) માતા હતી, તે બંને ઉપર દ્વેષ રાખતી હતી. કહ્યું છે કે – તીથંકરાની પ્રભુતા, ખળદેવ વાસુદેવના પ્રેમ અને શાકયનું બૈર એ ત્રણે
ભારીમાં ભારી છે.'
૩૯૮
એકદા તેમના પિતા શૂરસેન ક્રાંઈ કામપ્રસંગે ખીજે ગામ ગયા હતા, અને તે બંને ભાઈ ગેડીદડે રમતા હતા, તે વખતે તેમની ઓરમાન માતા જયા ઘરના ઉપરના માળ પર બેઠી હતી. અને રમતા એવા તે બંને કુમારને જોતી હતી. એવામાં દડા ( ખેલ ) ઉછળીને એરમાન માતાના માળપર જઇને પડયેા. એટલે જયાએ તે લઇ લીધા. યરસેન જયા પાસે દડા માગવા ગયા, એટલે તેને કામદેવ જેવા રૂપવાન જોઈને જયાએ તેની આગળ કામને માટે હાવભાવ કર્યા, તેથી વયરસેન મેાલ્યા કે – હે માતા ! એ તદ્દન અયેાગ્ય છે.’ એમ કહી વારવાર તેને પગે પડી દડા લઈ ભાઈ પાસે આવીને તેણે એ માન માતાએ કરેલ ચેષ્ટા યથાસ્થિત કહી બતાવી. પછી ક્રીડા કરીને