________________
-૩૯૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
“अदत्तभावाच्च भवेद्दरिद्री, दरिद्रभावात्प्रकरोति पापम् । पापप्रभावान्नरके ब्रजति पुनरेव पापी पुनरेव दुःखी" ॥
પૂર્વ દાન ન દેવાથી પ્રાણી દરિદ્ધી થાય છે, દરિદ્રભાવ થી તે પાપ કરે છે અને પાપના પ્રભાવથી નરકે જાય છે. એમ ફરી ફરી તે પાપી દુઃખી થયા કરે છે.” આપણે મનુષ્યભવ ફેગટ ગુમાવીએ છીએ. આ પ્રમાણે વિચાર તેમને કરતા જાણીને શેઠે વિચાર કર્યો કે આ બંને ધર્મને યોગ્ય થયા જણાય છે.”
પછી ચાતુર્માસિકને દિવસે શેઠે તે બંનેને કહ્યું કે –“તમે મારી સાથે જિનપૂજા કરવા ચાલે. એટલે તે શેઠની સાથે દેરાસરમાં પૂજા કરવા ગયા. ત્યાં પવિત્ર વસ્ત્ર પહેરી શુદ્ધ ભાવથી જિનપૂજા કરતાં શેઠે તેમને કહ્યું કે – આ પુષ્પાદિ વડે તમે પણ જિનપૂજા કરો.” એટલે તે બોલ્યા કે જેના પુષ્પ તેને ફળ મળે–અમને તે માત્ર વેઠ જેવું જ થાય.” એટલે શેઠ બાલ્યા કે –“તમારી પાસે કાંઈ થોડું પણ છે કે નહિ ? એટલે ગોવાળ બે કે:-મારા વસ્ત્રને છેડે પાંચ કેડી બાંધેલી છે.” શેઠે કહ્યું કે –“હે વત્સ! એ પાંચ કેડીના ફૂલ લઈને તું ભાવથી જિનપૂજા કર.” એટલે તેણે પાંચ કડીના ફૂલ લઈને શુદ્ધ ભાવથી જિનપૂજા કરી. તે વખતે બીજે વિચારે છે કે –“આની પાસે તે આટલું પણ છે, અને મારી પાસે તે