________________
૩૫.
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર દેશાધીશ (રાજા) સંતુષ્ટ થાય, તે એક ગામ આપે, ગ્રામાધીશ સંતુષ્ટ થાય તે એક ખેતર આપે અને ક્ષેત્રાધીશ સંતુષ્ટ થાય તે બેબે ધાન્ય આપે, પણ સર્વજ્ઞ (પ્રભુ) સંતુષ્ટ થાય તે પિતાની પદવી આપે.” પુષ્પપૂજાથી વયરસેન કુમારને રાજ્ય પદવી પ્રાપ્ત થઈ. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે –
શ્રી વયરસેન કથા
આ ભરતક્ષેત્રમાં સર્વત્ર પ્રસિદ્ધ એવું ઋષભપુર નામે નગર છે. તે સમૃદ્ધિ અને પ્રાસાણિથી સુશોભિત છે. ત્યાં ગુણસુંદર નામે રાજા ન્યાયપૂર્વક રાજ્ય કરતા હતા. તેજ નગરમાં પરમ શ્રદ્ધાળુ શ્રેષ્ઠ આચાર અને વિચારયુક્ત અભયંકર નામે શેઠ રહેતો હતે. જિનભક્તિ અને પરમ શ્રાવક એવા તે શેઠને કુશલમતિ નામે પત્ની હતી. તે પણ સદા (હમેશાં) દેવપૂજા, દાન, સામાયિક અને પ્રતિકમણ વિગેરે અગણ્યા પુણ્યકાર્ય કરતી હતી. તે શેઠના ભદ્ર પ્રકૃતિવાળા બે સેવક હતા. તેમાં એક ઘરનું કામ કરતો અને બીજે ગાયે ચારતે હતે. અન્યદા તે પરસ્પર વાત કરવા લાગ્યા કે –આપણું સ્વામી-શેઠને ધન્ય છે કે જેને પૂર્વ સુકૃત્યથી અત્યારે સુખસમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે અને આવતા ભવમાં પણ અહિક પુણ્યના પ્રભાવથી સુગતિ પ્રાપ્ત થશે. આપણે તો પુણ્યહીન દરિદ્ર જ રહેવાના છીએ. આ વેકમાં પણ આપણને સુખ મળ્યું નહિ અને પરલેકમાં પણ સુખ મળવાનું નથી. કારણ