________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૦૫
વળી દીન વચન બોલી નમસ્કાર કરીને ખુશામત વડે જે મેળવવું અને તેના વડે જીવન ચલાવવું, તેવા જીવિતથી શું ? તેવા જીવિત કરતાં તે મરણ સારૂં” વળી મને પણ દરરોજ પાંચ સેનામહોર મળતી હોવાથી રાજ્ય જ છે. આ પ્રમાણે ચિંતવી ભજન કરીને તે નગરમાં ગયા અને મગધા નામની વેશ્યાને ઘેર રહીને વેચ્છાથી ધન વાપરતે છતે વિલાસ કરવા લાગ્યો. અમસેન રાજાએ નગરમાં તેની બહુ શોધ કરાવી પણ તેને પત્તો લાગ્યો નહીં. પછી તે તે રાજ્યચિંતામાં પડે.
અહી વયરસેન દાન અને ભેગમાં પરાયણ થઈ ગીત, જુગાર અને ઈષ્ટગેઝી વિગેરેના વિનોદથી દિવસે પસાર કરવા લાગે. કેઈ વખત કાવ્યશાસ્ત્ર અને કથાદિકમાં અને કઈ વાર નાટક અને સંગીતના સ્વાદમાં તે દિવસે ગાળવા લાગ્યો. કહ્યું છે કે –“બુદ્ધિમંત જન ગીત અને શાસ્ત્રના વિદથી સમય ગાળે છે અને મૂર્ખ જ નિદ્રા અને કજીયા તથા વ્યસનમાં વખતને બરબાદ કરે છે.”
એકદા કુદિનીએ મગધાને કહ્યું કે –“હે વત્સ ! તારે પ્રિયતમ મહાદાતા અને મહાભેગી છે કે જેની બરાબર આ પૃથ્વી પર બીજે કઈ જણાતું નથી. તે વ્યવસાય કે રાજસેવાદિક કાંઈ કરતું નથી. છતાં તે બહુ ધન વાપરે છે, તે તે દ્રવ્ય કયાંથી મેળવે છે ? તે તું તેને પૂછજે.” મગધા બેલી કે –“હે માતા ! આ પ્રશ્ન કરવાનું આપણે શું પ્રજન છે? આપણને તે દ્રવ્યનું કામ છે. અને તે તે એ આપણી મરજી પ્રમાણે આપ્યા કરે છે. અક્કા બોલી કે –તે તે