________________
૪૦૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ચિંતવવા લાગ્યું કે – દ્રવ્યથી બધું ઈચ્છિત થાય છે, દ્રવ્ય વિના મારાથી શું થઈ શકે ? તેથી મારે ક્યાં જવું ?” વળી તે ફરી વિચારવા લાગ્યા કે-“(યસ્થાતિ વિતંસનર કુલીન) જેની પાસે ધન હોય તે જ પુરુષ કુલીન, તે જ પંડિત, તે જ વક્તા અને તે જ દર્શનીય ગણાય છે; બધા ગુણે કાંચન (ધન)ને આશ્રયીને જ રહેલા છે.” મારે તે હવે દેવનું જ શરણું લેવું યોગ્ય છે કેમકે કેટલીક વાર દેવ જ માર્ગ કરી આપે છે, જુઓ, આશાથી હણાયેલા પ્રતિબંધ પામેલા અને ભુખથી ગ્લાનિ પામેલ એવા સર્પના મુખમાં કરંડીયામાં છીદ્દ કરીને એક ઉંદર સ્વયમેવ પડયે, તેના માંસથી તૃપ્ત થઈને તે સર્પ તે જ માર્ગે જલદી બહાર નીકળી ગયે; માટે વૃદ્ધિ કે ક્ષયમાં આકુળ ન થતાં દેવનું જ શરણ લઈને સ્વસ્થ રહેવું.” આ પ્રમાણે વિચારમાં આ દિવસ ગાળી વિલક્ષ (વિલ) મુખવડે ભમતાં સંધ્યા વખતે શૂન્ય મનથી નગરની બહાર નીકળી ગયો ત્યાં સ્મશાનમાં એક શૂન્ય ખંડેરમાં રાત રહ્યો, કે
જ્યાં ઘૂવડ પિકાર કરતા હતા, શિયાળ બરાડા પાડતા હતા, શ્વાપદો વેચ્છાએ ક્રીડા કરતા હતા અને રાક્ષસે તથા વેતાળ અટ્ટહાસ્ય કરીને રમતા હતા. એવા સ્મશાનમાં તે નિર્ભય થઈને રહ્યો; કેમકે “વજ શું ઘણુના ઘાતથી ભેદાય? વયરસેન ત્યાં નિદ્રા રહિતપણે આખી રાત બેસી જ રહ્યો. કારણ કે – ઉદ્યમ કરતાં દરિદ્રતા જાય છે, જાપ જપતાં પાતક જાય છે, મૌન રહેવાથી કજીયે જાય છે અને જાગરણથી ભય દૂર થાય છે.”