________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
४०३
બંને ફળને ભેદ જાણીને તેણે પોતાની કેડમાં તે બને ફળ બાંધી લીધાં. તેણે વિચાર્યું કે આ પોપટનું કહેવું સત્ય હશે કે અસત્ય તે વયમેવ જણાઈ આવશે.”
પછી અર્ધી રાત્રે મોટાભાઈને જગાડીને વયસેન નિદ્રાધીન થયો અને સૂર્યોદય થતાં તે બંને ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં એક સરેવર આવ્યું, એટલે બંનેએ ત્યાં મુખશુદ્ધિ કરી. તે વખતે ફળના પ્રભાવને કહ્યા વિના વાયરસેને રાજ્યદાયક ફળ મટાભાઈ અમરસેનને આપ્યું અને બીજા ફળનું પોતે ભક્ષણ કર્યું. પછી ત્યાંથી તેઓ આગળ ચાલ્યા. બીજે દિવસે સવારે વયરસેને ગુપ્ત રીતે દાતણ કર્યું. એટલે ફળના પ્રભાવથી પાંચસો સોનામહોર તેની આગળ પડી. તેના વેગથી અમરસેનની સાથે રહી વયરસેન ભજન તાંબુલાદિકમાં પુષ્કળ ખર્ચ કરી સ્વેચ્છાએ સુખ ભેગવવા લાગ્યો. એટલે અમરસેને પૂછયું કે –“ તારી પાસે આટલું બધું દ્રવ્ય કયાંથી?” તે બોલ્યો કે –“ભંડારમાંથી મેં સાથે લીધું હતું. પછી સાતમે દિવસે કાંચનપુરની પાસેના ઉદ્યાનમાં પહોંચતાં તેઓ અમિત (થાકી ગયા ) થયા, એટલે ત્યાં એક વૃક્ષની નીચે અમરસેન સુઈ ગયે. થાકેલા અને આળસુને નિદ્રા એ પરમ સુખ છે. આ જગત્રયરૂપ સંસારમાં એના કરતાં વધારે કિંમતી સુખ બીજુ નથી એમ તેઓ માને છે.
વયરસેન ભેજનાદિ સામગ્રી લેવા માટે નગરમાં ગયો. તે વખતે તે નગરને અપુત્રી રાજા શૂળના યોગે મરણ પામ્યો, તેથી હસ્તી; અશ્વ, કળશ, છત્ર અને ચામર એ પાંચ દેવા