________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૯૯
તેઓ તે ભજન કરવામાં પ્રવૃત્ત થયા. અહીં જયા પોતાના વસ્ત્રના ટુકડે ટુકડા કરીને ઈર્ષ્યાથી એક છર્ણ ખાટલા પર સુઈ ગઈ. એવામાં રાજ કાર્ય કરીને પોતાને ગામે પાછા આવ્યો. તેણે જયા રાણુની પાસે આવી તેને વહાલથી પૂછ્યું કે “આમ કેમ સુતી છે ?” એટલે તે બેલી કે “હે સ્વામિનું ! તમારા પુત્રોએ આવીને મને બહુ સતાવી, મેં સ્વશકિતથી શીલનું રક્ષણ કર્યુંમારા શરીરને તેમણે વીંખી નાખ્યું અને અને આ વસ્ત્રો પણ બળાત્કારથી ફાડી નાખ્યા.” રાજા આ પ્રમાણેના તેના અસત્ય વચનથી પુત્ર પર બહુ રૂષ્ટમાન થયે અને ચિંતવવા લાગ્યું કે “દુષ્ટ, નિર્લજજ અને પાપિષ્ટ બંને પુત્રને મારી નાખું.' પછી ચંડ નામના માતંગને બેલાવીને રાજાએ હુકમ કર્યો કે –“હે ચંડ ગામની બહાર રમતા એવા બંને પુત્રના મસ્તક કાપીને લઈ આવ.” માતંગે વિચાર કર્યો કે –“બહુ ગુણવંત એવા આ કુમારો ઉપર રાજાને આવે અતિશય ક્રોધ કેમ થયો તેની ખબર પડતી નથી, તેથી અત્યારે તે સમયેચિત જ બોલું.' એમ વિચારી તેણે કહ્યું કે –“જેવી આપની આજ્ઞા.” પછી તેણે કુમારે પાસે જઈને બધી વાત કહી સંભળાવી; એટલે તેમણે કહ્યું કે “હે ભદ્ર ! પિતાનું ઈચ્છિત જલ્દી કર.” માતંગે ગદગદ્દ ક ઠે પ્રાર્થના કરી કે –“આપ બંને મારી ઉપર પ્રસન્ન થઈ જલદી દેશાંતર ચાલ્યા જાઓ.” એટલે કુમારો બેલ્યા કે –“રાજા સકુટુંબ તને મારી નાખશે.” માતંગ બેલ્યા કે –“હું કઈ પણ ઉપાયથી મારો બચાવ કરીશ, પણ તમે વિલંબ ન કરો.” એમ કહેવાથી બંને રાજપુત્રો વાહન વિના પગે ચાલતા એક દિશા તરફ ગયા. અને માતંગ