________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૯૨
ગુરુમહારાજે ધર્મદેશના આપી, તે સાંભળીને શેઠે પોપટનું સ્વરૂપ પૂછ્યું કે –“હે ભગવન્! એ પો૫ટ કેણ હતું ? કે જેણે મને પ્રતિમા કરવાની શિક્ષા (પ્રેરણું) આપી.” ગુરુ બેલ્યા કે –“સાંભળ – એ તારો પૂર્વભવને મિત્ર છે. એકદા સૌધર્મ દેવલોકમાં સૌધર્મેદ્રની આગળ નાટક થતું હતું. તેમાં ભરતસંગીતમાં કહ્યા પ્રમાણે છપ્પન કેટી તાલના ભેદપૂર્વક દેવગંધાર, બંગાલ, શ્રીરાગ, કૌશિક, હિંદોલ, દીપક, મધુમાદન, શબાપ, ધોરણ, સેહગ, અધરાસ, ભાણવલ્લી, કકુભા અને સિદ્ધાંગાદિ દેવરાગોથી છવીશ હજાર નાટકો પૈકી ભદ્રાવલિક નાટક, સૂર્યાવલિક નાટક, ચંદ્રસૂર્યોદ્દગમન નાટક, તારકદ્દગમન નાટક, હયનાટક, ગજનાટક, પતાવનાટક, વલ્લીનાટક, તરૂનાટક અને કુસુમનાટક વિગેરે નાટકના ભેદથી નાટક થતું હતું. તે વખતે ઇદ્રના બે મિત્ર અમિતતેજ અને અનંતતેજ ત્યાં બેઠા હતા, તથા બીજા દે પણ ત્યાં બેસીને નાટક જોતા હતા. તે વખતે તે સભામાં ઇંદ્રની અંજૂ નામની પટરાણું નાટક જેવા બેઠી હતી. તેને તે મિત્રદ્રયની સાથે દષ્ટિસંબંધ થયે; એટલે પરસ્પર રાગ થવાથી અંજૂ તેમની સાથે વાટિકામાં કીડા કરવા ગઈ. તે ત્રણે ત્યાં કામક્રીડા કરવા લાગ્યા. તે દુષ્ટિત ઈંદ્રના જાણવામાં આવવાથી ઈદ્ર પણ ત્યાં ગયા. તેમનું દુખિત જોઈને તે કોપાયમાન થયા, અને બોલ્યા કે –“અરે પાપિષ્ટ ! તમે આ અનુચિત શું આરંહ્યું છે ? તમને વધારે શું કહું પણ હું તમને બંને દેવેને શાપ આપું છું કે – તમારે મનુષ્યલોકમાં પોપટ પોપટીરૂપે શ્રી પુષપણે સાથે રહેવું.” દે બેલ્યા કે - “હે સ્વામિન ! એ