________________
૩૯૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ચાલ્યો ગયો ત્યાં શાશ્વત જિનપ્રાસાદમાં અડ્રાઈમહત્સવ કરીને તે દેવ પોતાના વિમાનમાં સુખપૂર્વક રહેવા લાગ્યા.
હવે સમુદ્રમાર્ગે જતાં શેઠે પૂર્વે જે માણસોને કરિયાણાને ભાવ જાણવાને સિંહલદ્વીપ મેકલ્યા હતા, તે સામા મળ્યા. તેઓ બોલ્યા કે –“હે સ્વામિન્ ! જલદી ચાલે, અત્યારે કરિયાણું વેચવાથી બહુ લાભ થશે.” એમ સાંભળી શેઠ ખુશ થઈ અવિચ્છિન્ન પ્રયાણથી સિંહલદ્વીપ પહે, અને કરિયાણાનું વેચાણ કરતાં તેને બહુ જ દ્રવ્યની પ્રાપ્તિ થઈ. તેમજ સ્પર્શ પાષાણના ખંડના પ્રભાવથી શેઠે ત્યાં બહુ જ સુવર્ણ બનાવ્યું. ત્યાંથી પાછા વળતાં સે યેજનને આંતરે ચટકપર્વત હતા ત્યાં જઈ કનકશેઠે પિતાના નામનું કનકપુર નગર વસાવ્યું. ત્યાં નવીન દુર્ગ (કિલ) અને નવીન ઘર કરાવ્યા. પોતે ત્યાં રહ્યા અને સાથેજનેને પણ ત્યાં જ રાખ્યા. વળી બીજા પણ પચીશ ગામ તેણે વસાવ્યાં. પછી શેઠે તે નગરમાં ચોરાશી મંડપોથી અલંકૃત અને ઉંચા તરવાળે એક મનોહર જિનપ્રાસાદ કરાવ્યું ત્યાં મહોત્સવપૂર્વક શુભ મુહૂર્ત સિદ્ધિગમાં તેણે શ્રી પાર્શ્વનાથના બિંબની સ્થાપના કરી પછી ત્યાં પ્રતિદિન તે સ્નાત્રાદિક અને નૃત્યાદિક કરાવવા લાગે.
એકદા વૈતાઢયપર્વતને અધિપતિ અને વિદ્યાધરોના સ્વામી મણિચૂડ નામને વિદ્યાધર નંદીશ્વરદ્વીપમાં રહેવા શાશ્વત જિનની યાત્રા માટે નીકળે. તે નંદીશ્વરદ્વીપના જિનેશ્વરોને વંદન કરીને સિંહલદ્વીપે આવ્યા. ત્યાં પણ જિનવંદન કરીને પાછો વળે, એવામાં ચટક પર્વતપરના તે ગામ ઉપર આવતાં તેનું વિમાન