________________
૩૮૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
તરત જ પિતાની પાસે આવ્યો. ત્યાંથી ચિંતામણું રત્ન અને તે ફળ પિતાની આગળ મૂકયું અને તેને પ્રભાવ કહી બતાવ્યું. એટલે પિતાને ઘણે આનંદ થયો. પછી તે રત્નના પ્રભાવથી શેઠે સર્વ સાથેજનેને અશન, પાણી, ખાદિમ અને સ્વાદિમ વિગેરેથી ભોજન કરાવ્યું અને વસ્ત્ર આપી સર્વને સંતુષ્ટ કર્યા.
દાન કદાપિ નિષ્ફળ જતું જ નથી. કારણ કે – જે પુરુષ પાત્રને વિષે લક્ષમીના નિદાનરૂપ અને અનર્થનું ચૂર્ણ કરનાર દાન આપે છે, તેની સન્મુખ દારિદ્રય નજર જ કરી શકતું નથી, દૌર્ભાગ્ય અને અપકીર્તિ તેનાથી દૂર રહે છે, પરાભવ અને વ્યાધિ તેને પલ્લે પકડી શકતા નથી, દીનતા અને ભય તે તેનાથી ઉલટો ભય પામે છે અને કઈ પણ પ્રકારની આપત્તિ તેને આવતી નથી.”
પછી તે શેઠે બહુ ધનને સત્કાર્યમાં વ્યય કર્યો, કેમકે ચિંતામણિ રત્નના પ્રભાવથી મનવાંછિત કાર્ય સિદ્ધ થાય છે. તે પ્રતિદિન સાર્થજનનું પિષણ કરવા લાગ્યા. હવે એક દિવસ શેઠે શુકરાજને પૂછયું કે –“હે શુકરાજ ! હે પરે પકારરસિક! જિનપ્રતિમા કરવાને ઉપાય મને કહે.” પિપટ બેલ્યો કે –
હે શેઠ ! એકાગ્ર મનથી સાંભળે. પેલા પર્વત પર ગુફા પાસે સફેદ પલાશ છે, તેનું લાકડું લાવી, નરરૂપ બનાવી તે નરના કંઠમાં આ ફળ બાંધવું અને તેના શિરપર ચિંતામણિરત્ન રાખવું; એટલે અધિષ્ઠાયકના પ્રભાવથી તે લાકડાને માણસ