________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૮૯
પ્રતિમા ઘડશે, પ્રથમ બીજા કાષ્ઠો લાવીને કપાટ ( બારણા) સહિત કાષ્ઠમય મંદિર કરાવવું. અને તેમાં સ્પર્શ પાષાણ લઈ જઈને ત્યાં પ્રતિમા કરાવવી, તે લાકડાના માણસને પ્રથમ શાત્મલિવૃક્ષના પુષ્પ તથા ફળ આપજે. તે કુસુમ અને ફળના રસથી પથ્થરની શિલા ઉપર પ્રતિમાને આકાર તેની પાસે કરાવવો. તે પ્રસ્તરને લેહ અડવા ન દેવું. પછી શાલ્મલિના લાકડા વડે પ્રતિમા ઘડાવવી, અને તે વૃક્ષની માંજરથી તે પ્રતિમાને એપ કરાવ, પણ તે પ્રતિમા એકાંતમાં કરાવવી, અને તે વખતે વાદ્ય અને નિર્દોષપૂર્વક તેની પાસે નૃત્ય કરાવવું. તેનાં પ્રભાવથી તારો મહાન ભાગ્યોદય થશે.” આ સાંભળી આનંદિત થઈને શેઠે તે પ્રમાણે જિનપ્રતિમા કરાવી, અને તે શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને શુભ સ્થાને સ્થાપીને તેની પૂજા અને ભકૃત્યાદિ મહત્સવ કર્યો. તેમની પાસે સ્નાત્ર, ગીત તથા નૃત્યાદિક કરવા લાગ્યો. તેના પ્રભાવથી ધરણે દ્ર, પદ્માવતી વૈરયા વિગેરે દેવી દે તે શેઠને સહાય કરવા લાગ્યા. સ્પર્શ પાષાણના ખંડ યાનપૂર્વક સાચવી રાખ્યા. પછી તે પ્રતિમા સાથે લઈને શેઠ સિંહલદ્વીપ તરફ ચાલ્યો. એટલે પોપટ બેલ્યો કે – હવે હું સ્વસ્થાને જાઉં છું.” ત્યારે શેઠ બેલ્યો કે હે શુકરાજ ! તું મને પ્રાણ કરતાં પણ વધારે વહાલો છે. તે મારા પર બહુ ઉપકાર કર્યો છે, તું દેવ છે કે વિદ્યાધર છે? કેણ છે ? તારું સત્ય સ્વરૂપ કહે, અને તારૂં સ્થાન કયાં છે ? તે પણ સત્ય કહે.” એટલે પોપટ બોલ્યા કે –“હે શેઠ ! કેટલાક વખત પછી મારૂ સ્વરૂપ કેવળીભગવંત તમને કહેશે.” એમ કહી પિટ પિટી સહિત પિતાનું દેવરૂપે પ્રગટ કરીને દેવલોકમાં