________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૮૪
નાગ પણ જીવતે થાય. આ સિવાય બીજો કોઈ એને જીવવાનો ઉપાય નથી. તે સાંભળીને શેઠે પિતાના સ્થાનથી તરત નાળીયેર લાવી, તેની છાલના ધૂમાડાથી પુત્રને સજીવન કર્યો. એટલે તે સાવધાન થઈને વૃક્ષ પરથી નીચે ઉતર્યો. પછી શેઠ તેને વારંવાર આલિંગન અને હર્ષ સહિત ફરી ફરી ચુંબન દેવા લાગે. એટલે પુત્રે પૂછયું કે – હે પિતાજી ! આજ શા કારણથી આપ વિશેષ સ્નેહ દર્શાવી મને વારંવાર આલિંગન કરે છે ? તેના ઉત્તરમાં શેઠે બધા પૂર્વના સમાચાર (હકીકત) પુત્રને નિવેદન કર્યા. તે સાંભળીને દુર્વિનીત વારંવાર હર્ષ સહિત સ્નેહદષ્ટિથી પેલા પોપટને જોવા લાગ્યો અને સ્નેહથી કહેવા લાગે કે –“હે સર્વાધિક ! હે પરોપકારી ! હે પ્રાણદાતા ! તું જ ઉત્તમ છે, તું જ મારે પ્રાણાધાર છે, તે જ મને પુનઃજન્મ આપ્યો છે. હવે એક મારું વાક્ય સાંભળ – તમે બંને મારા આપેલાં ફળનું વેચ્છાપૂર્વક દરજ ભક્ષણ કરે. આ વાકય તમે કબુલ કરો કે જેથી હું ઋણમુક્ત થાઉં.” પોપટે તે વાક્ય કબુલ રાખ્યું એટલે તે કુમાર રાજ દ્રાક્ષ અને દાડમ વિગેરે મનહર ફળ પોપટના ભક્ષણ માટે લાવી વૃક્ષાર શુભ પાત્રમાં મૂકવા લાગે; અને પિપટનું જેડું તેનું સ્વેચ્છાપૂર્વક ભક્ષણ કરી આનંદ કરવા લાગ્યું. આથી શેઠ વિગેરે સર્વજને પણ બહુ જ આનંદ પામ્યા.
એકદા શેઠે કરિયાણાના ભાવ જાણવાને માટે સિંહલદ્વિપમાં પિતાના સેવકને મેકલ્યા. અને શેઠ તે ત્યાં વનમાં જ રહ્યો. એક દિવસ શરીરચિંતા નિવારવાને માટે પાણી ભરનારા માણસાની તાંબાની ઝારી લઈને તે શેઠ થોડે દૂર ગયો ત્યાં