________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૮૧.
ડાબી બાજુએ પીણિક નાગ છે, તેને તે જોઈ શક્તો નથી અને હું પણ ડાબી બાજુએ બેઠો છું. તેથી આપણને પણ તે જઈ શકતો નથી. એટલે પોપટી બેલી કે –“હે સ્વામિન્ ! તમે બુદ્ધિવિશારદ છો, તમારું નામ ખરેખરૂં ગુણનિષ્પન્ન છે; પણ હે નાથ ! મને દ્રાક્ષને દેહદ ઉત્પન્ન થયો છે, મારે દ્રાક્ષાનું ભક્ષણ કરવું છે, તે તે લાવીને મને આપો કે જેથી હું મારી ઇચ્છા પૂર્ણ કરૂં.” પોપટ બેલ્યો કે:-“હે ભદ્રે ! દ્રાક્ષાની લુંબ પાસે જાળ બાંધેલી છે, તો તે કેમ લઈ શકાય?” એટલે પિપટી બેલી કે –“હે નાથ ! જે દ્રાક્ષ નહિ લાવી આપ તે મારા પ્રાણ ચાલ્યા જશે.” પોપટ બે કે – સ્વસ્થ થા, એ શુક્રાક્ષ (કાણે) જ્યારે કેટર પાસે આવશે, ત્યારે નાગ તેના શ્વાસનું ભક્ષણ કરશે, તેથી તે મૃતપ્રાય થઈ જશે; પછી તારો દોહદ હું પૂર્ણ કરીશ” આ પ્રમાણે સાંભળી તે મૌન ધરી રહી. એવામાં પેલો દુર્વિનીત વૃક્ષ પર ચડવા લાગ્યો, એટલે પીણિક નાગે આવીને તેનાં શ્વાસનું ભક્ષણ કર્યું. તેથી તે વૃક્ષની શાખાપર મૃતક (મડદા)ની જેમ લટકી રહ્યો, અને પણિક નાગ પણ માનુષવિષના પ્રયોગથી અચેતન થઈ ગયે, એટલે તે પણ ત્યાં જ પડયે રહ્યો. બંને અચેતન જેવા થઈ ગયા એટલે પોપટે ઉડી ચાંચના પ્રહારથી જાળ છેદી દાક્ષા. લીધી અને પોપટીની ઈચ્છા પૂર્ણ કરી. પછી પોપટ–પપટી બંને પરસ્પર પ્રેમથી એકબીજાની ચાંચ, માથાપર ધારણ કરીને રહ્યા. પિપટ સુખે સુખે વારંવાર દ્રાક્ષા લઈ આવી પોપટીને આપીને આનંદ પમાડવા લાગ્યા.