________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૭૯
ગુણવાળી એવી હે જીભ ! તું મધુર શા માટે બેલતી નથી ? હે કલ્યાણિ ! મધુર બેલ; કારણ કે લોકોને મધુર જ પ્રિય છે.” કે એ બંને પુત્રના સુવિનીત અને દુવિનીત એવાં નામ રાખ્યાં, એટલે સર્વત્ર તે બંને તે નામથી જ પ્રસિદ્ધ થયા.
એકદા કનકશેઠ નાના પ્રકારની વસ્તુઓથી પાંચસે ગાડા ભરી પત્નિ, પુત્રો તથા બહુ પરિવાર સહિત સિંહલદ્વીપ તરફ વ્યાપારા ચાલ્યા. માર્ગમાં ક્ષેમપૂર્વક ચાલતાં તે ત્રીશ પેજન ગયે, એવામાં એક મોટું વન આવ્યું. તે વનમાં વિવિધ વૃક્ષની વાટિકાથી સુશોભિત, દેવતાના કીડાભવન સમાન મનહર તથા પ્રભાવયુક્ત શ્રી ઋષભદેવસ્વામીનું દેરાસર દષ્ટિએ પડ્યું તેની નજીકમાં એક આમ્રવૃક્ષ નીચે તંબુ તાણને કનકશેઠ સર્વ સાર્થ સહિત ત્યાં રહ્યો. પછી ભેજન કરીને તે સુતે, પણ કરિયાણ જાળવવાની ચિંતાને લીધે તેને નિદ્રા ન આવી. એવામાં લાલચાંચ ચરણના ચિન્હયુક્ત, બહુ પ્રેમપૂર્ણ અને આમ્રવૃક્ષ પર બેઠેલ એવું એક સફેદ પોપટનું જોડું મનુષ્ય વાણીથી બેલતું તેના સાંભળવામાં આવ્યું. તેથી અતિ રંજીત થઈ કરિયાણાની ચિંતા મૂકી દઈને અમૃત રસ સમાન તેના વાક્યોને તે સાંભળવા લાગ્યો.
પિપટ–“હે પ્રિયે ! આ કનકશેઠ બહુ ભાગ્યવંત છે.”
પોપટી–હે સ્વામિન! ભાગ્યવંત શી રીતે? કારણ કે અત્યારે કરિયાણાની વસ્તુમાં લાભ થાય તેમ નથી.”
પિપટ– “હે પ્રિયે ! એ શ્રેષ્ઠિ જિનબિંબ અને જૈનતીર્થની પ્રભાવના કરશે, તેથી મહા ભાગ્યવંત છે.”