________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૭૭
૨. પ્રેષણ, (નિયમ ઉપરાંતની ભૂમિમાં વસ્તુ મેકલે) ૩. શબ્દ કરે, (અવાજ કરે) ૪. રૂપ દર્શાવે અને પ. કાંકરી નાંખે. છઠ્ઠા અને દશમા વ્રતમાં એટલે ભેદ છે કે છઠું વ્રત યાજજીવિત હોય છે અને દશમું વ્રત તે તે દિવસના પ્રમાણવાળું હોય છે.
હવે ત્રીજું પૌષધપવાસ શિક્ષાત્રત–તેના પણ પાંચ અતિચાર છે. ૧. જયા સિવાય અથવા તે કંઈક જોઈ કંઈક ન જોઈ શય્યા સંથારો કરે, ૨. પમાર્યા સિવાય અથવા તો કંઈક ૫માજી કંઈક અપમાઈ ભૂમિ પર બેસે અથવા સંથારો કરે, ૩. જયા સિવાય અથવા તે કંઈક જોઈ ન જેઈ ભૂમિ પર પેશાબ, ઝાડો પરઠ, ૪. શુદ્ધ મનથી પૌષધ ન પાળે અને ૫. નિદ્રા તથા વિકથાદિ કરે.
ચેથા અતિથિસંવિભાગ – શિક્ષાવ્રતના પાંચ અતિચાર છે. ૧. ન દેવાની બુદ્ધિથી શુદ્ધ આહારાદિકને અશુદ્ધ કરે, (કહે) ૨. દેવાની બુદ્ધિથી અશુદ્ધ આહારાદિકને શુદ્ધ કરે, ૩. અચિત્ત વસ્તુ સચિત્ત વસ્તુથી ઢાંકી રાખે, ૪. સાધુ ઘરે આવતાં વિલંબથી દાન આપે અને ૫. ઈર્ષાપૂર્વક દાન આપે.
આ પ્રમાણે શ્રાવકે સમકિતમૂળ બાર વ્રત (આનંદ અને કામદેવ શ્રાવકની જેમ) પાળવાના છે. તે પણ સિદ્ધિદાયક થાય છે. કારણ કે – “સમ્યકત્વરૂપ ઉદાર તેજયુક્ત, નવા નવા ફળદ– આવર્ત ૩૫ વ્રતની શ્રેણીવાળે તથા સિદ્ધાંતેક્ત એકવીશ નિર્મળ ગુણરૂપ ગતિથી વિભૂષિત એવા શ્રાદ્ધધર્મરૂપ અશ્વકામદેવ વિગેરે શ્રાવકોની જેમ ભવ રૂપી જંગલને પાર પમાડી