________________
૩૭૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
બીજું ભેગો પગ વિરમણ – ગુણવ્રત, તેમાં જે એકવાર ભેગવવામાં આવે તે ભેગ – અનાદિક અને વારંવાર ભગવવામાં આવે તે ઉપભાગ – શ્રી વિગેરે. એ વ્રતના ભેજન સંબંધી પાંચ અતિચાર છે. ૧. સચિત્ત આહારનું ભક્ષણ, ૨. સચિત્ત મિશ્રીતનું ભક્ષણ, ૩. અગ્નિ અને જળથી થયેલ અર્ધ પકવનું ભક્ષણ, ૪. પપૈટિકા વિગેરે દુપકવ - કાચા ફળનું ભક્ષણ અને પ. તુચ્છ ઔષધિનું ભક્ષણ.
કર્મ સંબંધી પંદર કર્માદાન રૂપ પંદર અતિચાર તે પૂર્વે કહેવામાં આવ્યા છે.
હવે અનર્થદંડ વિરમણ નામે ત્રીજા ગુણવ્રતના પાંચ અતિચાર કહે છે -- ૧. વિકાર વધે તેવું વચન બોલવું, ૨. ભાંડની જેમ કુચેષ્ટા કરી લોકેને હાસ્ય ઉપજાવવું, ૩. અસંબદ્ધ વચન બેલવું (જેમ તેમ બોલવું) ૪. અધિકરણ તૈયાર રાખવાં અને ૫. ભેગે પગ વસ્તુમાં તીવ્રાભિલાષ ધર અથવા ભેગાતિરક્ત વસ્તુઓ તૈયાર રાખવી તે. - હવે ચાર શિક્ષાવ્રત કહે છે. તેમાં પ્રથમ સામાયિક વ્રતતેના પાંચ અતિચાર છે. ૧. મનથી આર્તધ્યાન અને શૈદ્રધ્યાન ચિંતવે, ૨. વચનથી સાવદ્ય બેલે, ૩. કાયાથી સાવદ્ય કરે એટલે અપ્રમાજિંત ભૂમિપર બેસે, ૪. સામાયિક અવિનયપણે કરે – અનવસ્થિતપણું અને ૫. ચંચલચિત્તથી સામાયિક કરે અથવા સામાયિકમાં વિકથા કરે. - બીજા દેશાવગાશિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર છે. ૧. આનયન (નિયમ ઉપરાંતની ભૂમિમાંથી વસ્તુ મંગાવે)