________________
૩૫૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
એકદા દેવલોકમાં ઇંદ્રસભામાં બેસીને સૌધર્મેદ્ર નાટક જઈ રહ્યા છે. એવામાં ઈશાન દેવલેકમાંથી સંગમ નામને દેવ સૌધર્મેદ્ર પાસે કાંઈ કાર્ય પ્રસંગે આવ્યો. તેના દેહની પ્રભાથી સભામાં રહેલા બધા દેવો સૂર્યોદય થતાં ચંદ્રાદિક ગ્રહોની જેમ પ્રભા અને તેજ રહિત દેખાવા લાગ્યા. પછી પિતાને કરવાનું કાર્ય કરીને તે સંગમ પિતાના વિમાનમાં પાછા ચાલ્યા ગયે એટલે વિમિત થયેલા દેવેએ દેવેંદ્રને પૂછ્યું કે –“આ દેવ કેમ અત્યંત તેજસ્વી જણાતે હતે.” બેલ્યા કે –“અહ દે ! સાંભળો –એણે પૂર્વભવમાં આયંબિલ-વર્ધમાન નામને તપ કર્યો હતો તેથી એ આવો તેજસ્વી થયો છે. ફરી દેવેએ પૂછ્યું કે –“હે સ્વામિન્ ! મનુષ્યલેકમાં કે અધિક સ્વરૂપ વાનું છે ? એટલે દેવેંદ્ર બેલ્યા કે :- અત્યારે મનુષ્યલોકમાં હસ્તિનાગપુરમાં કુરુવંશને ભૂષણ સમાન સનકુમાર ચકવર્તી રાજ્ય કરે છે. તે દેવે કરતાં પણ અધિક રૂપવાન છે.” તે સાંભળીને બધા દેવતાએ આશ્ચર્ય પામ્યા. તે વખતે જય અને વિજય નામના બે દેવ ઈદ્રના વચનને સાચું ન માનતા બ્રાહ્મણરૂપે મનુષ્યલોકમાં આવ્યા, અને ચકવર્તીના મહેલના દ્વાર પાસે આવી દ્વારપાળની રજા લઈ રાજભુવનમાં જઈ સનકુમારને રૂપને જોયું તેથી તે પરમ હર્ષ પામ્યા અને બેલ્યા કે –“ઇ જે કહ્યું હતું તે સત્ય છે. તે વખતે સનકુમાર ચકી તૈલ મર્દન કરાવતા હતા. આ બંને બ્રાહ્મણોને જોઈને ચકીએ પૂછયું કે –“તમે કેણ છો ? અને અહીં શા માટે આવ્યા છે ?” તેઓ બોલ્યા કે –“હે નરેંદ્ર! અમે બ્રાહ્મણ છીએ અને ત્રણ જગતમાં તમારું રૂપ બહુ વખણાય