________________
૩૬૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
બાળક છે. મને પરિષહા સહન
તલવારની ધાર સમાન છે, અને તું હજી ભુજાથી સમુદ્ર તરવા સમાન આ વ્રત છે. કરવા બહુ કઠણ છે, તેથી અત્યારે ગૃહસ્થધર્મ ગ્રહણ કરી રાજ્ય ભાગવ. યૌવન વીત્યા પછી તું દ્વીક્ષા અંગીકાર કરજે.’ ઇત્યાદિ યુક્તિએથી સમજાવતાં પણ તણે કદાગ્રહ ન મૂકયા, અને રાજા તથા પ્રધાનાએ વાર્યા છતાં તેણે (કંડરીકે ) દીક્ષા લીધી. રાજાએ ભાઈના દીક્ષામહાત્સવ કર્યાં. પછી ‘જ્યાં સુધી રાજ્યભાર ઉપાડનાર કોઇ ન થાય ત્યાં સુધી હે વિભા ! તમે રાજ્ય પાળેા’ એમ મંત્રીઓના કહેવાથી પુડરીક ચાત્રિની ભાવના ભાવતાં રાજ્ય કરવા લાગ્યા અને કડરીક મુનિ સાધુએ સાથે વિહાર કરતાં ચારિત્ર પાળવા લાગ્યા. એમ ઘણા સમય પસાર થયેા.
એકદા સ્થવિર મુનિએ પુષ્પાવતી નગરની સમીપના ઉદ્યાનમાં પધાર્યા; એટલે કેટલાક નગરજના તેમને વંદન કરવા આવ્યા. તેમને જોઇને કઇંડરીક મુનિને દુર્ધ્યાન ઉત્પન્ન થયું. તે વખતે વસતક્રીડા કરવા આવેલા કેટલાક નગરજના ત્યાં ક્રીડા કરતા હતા, કેટલાક નૃત્ય અને હાસ્ય કરતા હતા, કેટલાક અનેક પ્રકારના વિનોદ, ગાયન અને વાતા કરતા હતા તથા કેટલાક વાદ્યો વગાડતા, વસ ́ત સાઁબધી વિલાસ કરતા હતા. એ અવસરે વ્રતના નાશ કરનાર એવુ* ચારિત્રાવરણીય કર્કશ ક કંડરીકને ઉય આવ્યું, તેથી તેણે ચિ ંતવ્યુ કેઃ— અહા ! આ લેાકાને ધન્ય છે, કે જે ઘરે રહી સંસારસુખ ભાગવે છે, નૃત્ય અને વિવિધ ગાયન કરે છે. પુષ્પ, ચંદન અને સ્ત્રી વિગેરેના સુખને સ્વાદ લે છે, તથા ઈચ્છાનુસારે આહાર કરે
1