________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
386
કર્યું કે જેથી તેને સેવકેએ ભુજાને ટેકે આપને શય્યા પર (પથારી) આણ્યો. ચાલવા જેટલી શક્તિ પણ રહી નહીં. પછી મધ્યરાત્રે તેને અજીર્ણ થયું, તીવ્ર શૂળ પેદા થયું. વાયુ રૂંધાઈ ગયો. એટલે તે તીવ્ર વેદનાથી બડબડાટ કરવા લાગે, તે વખતે કેઈએ તેના રોગનો સામને (ઉપાય) ન કર્યો. એટલે તેણે ચિંતવ્યું કે – “આ રાત્રિ પસાર થશે, એટલે સવારે આ મંત્રીઓ અને વૈદ્ય-સર્વને સંહાર કરીશ.” એ પ્રમાણે રૌદ્રધ્યાનમાં મગ્ન થયો છતે મરણ પામીને તે સાતમી નરકભૂમિમાં નારકી થયે.
હવે પુંડરીક રાજર્ષિ ચિંતવવા લાગ્યા કે –“અહો હું ધન્ય છું, કે જેથી મને સાધુધર્મ પ્રાપ્ત થયે. હવે ગુરુ પાસે જઈને હું વિધિપૂર્વક ચારિત્ર અંગીકાર કરીશ.” એમ ચિતવતા અને ભુખ, તરસ, તથા તાપાદિક દુઃખથી મનમાં ચલાયમાન ન થતાં તેમણે બહુ માર્ગનું ઉલ્લંઘન (વિહાર કર્યો) કર્યું. પરંતુ બહુ માર્ગને (ઘણું ચાલવાથી) એળંગવાથી, પગમાં રક્ત નીકળવાથી અને શ્રમવડે થાકી જવાથી તેમણે એક ગામમાં ઉપાશ્રયની યાચના (માગણી) કરી. ત્યાં તૃણના સંથારા પર શુભ લેચ્છાપૂર્વક બેસીને તે રાજર્ષિ મનમાં આ પ્રમાણે ભાવના ભાવવા લાગ્યા કે –“અહો! ગુરૂ સમીપે જઈને કયારે હું બધા કર્મને દૂર કરનારી એવી યથોચિત દીક્ષાને અંગીકાર કરીને નિરતિચાર ચારિત્ર પાળીશ! એમ ચિંતવતાં તે અતિશય વ્યાકુળ થઈ ગયા. એટલે મસ્તક પર અંજલિ જેવી સ્પષ્ટાક્ષરથી
૨૪